Sandeep Patel Birthday 2024: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મહત્વની ફિલ્મો બનાવીને પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. તેમનો 23મી નવેમ્બરે જન્મદિવસ હોઇ તેમનાં પત્ની અને અભિનેત્રી આરતી પટેલે સોશિયલ મિડીયા પર એક ક્યૂટ પોસ્ટ મૂકી છે. લવની ભવાઇ અને ઓમ મંગલમ સિંગલમથી જાણીતાં બનેલા સંદીપ પટેલે આ ક્યૂટ પોસ્ટમાં રિપ્લાય કર્યો છે કે સારું એવું કરીશ, થેન્કયૂ અને રમૂજી ઇમોજી પણ મૂક્યું છે.
આરતી પટેલે આ પોસ્ટમાં લખ્યું હતું કે, “જીવનમાં મેઘધનુષના રંગો છવાયેલા રહે, આખું જીવન આ ફોટા જેવું રંગીન રહે એવું બધું લખું કે માત્ર Happy Birthday કહી દઉં @saandeeppatel ??? ને જોડે કહી દઉં કે સરસ ફિલ્મ્સ બનાવ, તારું passion જાળવી રાખ , જેવો છું એવો જ રહે પણ સાથે સાથે વહેલા ઊંઘવાનું રાખ, સારા ફોટાઓ સોશિયલ મીડિયા પર વાપરી ના નાખ (આજે સમ ખાવા પૂરતો ય તેં રાખ્યો નથી, તેં મૂકી દીધો છે એ જ ફરી વાપર્યો) , રાતે ફ્રીઝના આઇસક્રીમ વાપરી ના નાખ, ઈન્સ્ટાગ્રામ ફોટામાં દેખાતી ઘટનાઓને સાચી ના માની લે, કોઈ વાર સામેથી inititave લઈને અમને બહાર લઈ જા ને કંઇ કહીએ તો મારી પર focus કેમ કરે છે એમ પૂછવાને બદલે સ્વીકારી લે કે મારું focus તું જ છે ને રહેશે. ❤️❤️❤️”

આ ઉપરાંત સંદીપ પટેલનાં પુત્રી અને જાણીતી અભિનેત્રી આરોહી પટેલે પણ તેમનાં પિતાને ઇન્સ્ટાગ્રામ પર વિશ કર્યું હતું. જેમાં તેણે પિતાને ઘરનાં બાળક અને ટોમ એન્ડ જેરીનાં ટોમ તરીકે સંબોધ્યાં હતાં અને લખ્યું હતું કે તમે સિનેમાથી આખી પેઢી માટે એક પ્રેરણાદાયી વ્યક્તિ રહેશો.
પિતા-દીકરીની જોડી તેમની આગામી ફિલ્મ “લગન લાગી રે” ફિલ્મમાં સાથે કામ કર્યું છે, જેમાં આરોહી જાણીતાં અભિનેતા મલ્હાર ઠાકર સાથે ફરીથી જોડી જમાવતી જોવા મળશે.





