Ranbir Kapoor and Kareena Kapoor Khan will soon travel to Saudi Arabia:રણબીર કપૂર અને કરીના કપૂર ખાન ટૂંક સમયમાં સાઉદી અરેબિયાની મુસાફરી કરશે. તેઓ કોઈ ફિલ્મ માટે નહીં પરંતુ ડિસેમ્બર 2024માં રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે આ મુસાફરી કરસે. આ ભાઈ-બહેનો ‘ઈન કન્વર્સેશન સેગમેન્ટ’નો ભાગ બનશે અને પ્રતિષ્ઠિત અન્ય વૈશ્વિક સ્ટાર્સ સાથે જોડાશે. રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 5 થી 14 ડિસેમ્બર 2024 દરમિયાન યોજાવા જઈ રહી છે. રણબીર કપૂર અને કરીના કપૂર ખાન ‘ઇન કન્વર્સેશન’ સેગમેન્ટનો ભાગ હશે, તેની સાથે ઇજિપ્તની અભિનેત્રી મોના ઝાકી અને અમેરિકન અભિનેત્રી વિઓલા ડેવિસ પણ ભાગ લઈ રહી છે.
હોલીવુડ અભિનેત્રી ઈવા લોંગોરિયા અને આ વર્ષના જ્યુરીના વડા, સ્પાઈક લી પણ લાઇનઅપનો ભાગ છે. અન્ય વક્તાઓમાં ફિલ્મ નિર્માતા માઇકલ માન, ઇજિપ્તીયન લેખક-નિર્દેશક મોહમ્મદ સામી, ટર્કિશ સ્ટાર્સ એન્જીન અલ્તાન ડુઝ્યાટન અને નુર્ગુલ યેસિલકે, તેમજ અભિનેતા એન્ડ્રુ ગારફિલ્ડનો સમાવેશ થાય છે. કે જેઓ ફેસ્ટિવલના સોક ટેલેન્ટ પ્રોગ્રામમાં બોલશે.
ફેસ્ટિવલના ‘ઈન કન્વર્સેશન વિથ’ અને સોક ટેલેન્ટ સેગમેન્ટમાં આ વ્યક્તિત્વો પ્રશંસકો અને ઉદ્યોગ વ્યાવસાયિકો સાથે તેમની આંતરદૃષ્ટિ અને સિનેમા પ્રત્યેના જુસ્સાને શેર કરશે. આ સત્રો અલ બલાદમાં રેડ સી ફિલ્મ ફાઉન્ડેશનના નવા કલ્ચરલ સ્ક્વેર હેડક્વાર્ટરમાં પ્રથમ વખત યોજાશે.
હાલમાં રણબીર કપૂર તેની આગામી ફિલ્મ લવ એન્ડ વોર માટે શૂટિંગ કરી રહ્યો છે, જ્યારે કરીના કપૂર ખાન તાજેતરમાં કોપ યુનિવર્સનાં સિંઘમ અગેઇન હપ્તામાં જોવા મળી હતી.





