Arohi Patel and Tatsat got married:ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોશીના મેરેજ પછી ‘લવની ભવાઈ’ એકટ્રેસ આરોહી પટેલ પણ લગ્નગ્રંથીમાં જોડાઈ ગઈ છે. તેમણે 6 નવેમ્બરે ઉદયપુરમાં મેરેજ કર્યા છે. રાજસ્થાનનાં ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગમાં ફિલ્મઉદ્યોગનાં અનેક કલાકારો તેમાં જોવા મળ્યાં હતાં. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ મેરેજની તસવીરો પણ શેર કરી છે. જે હાલ ખૂબ વાઇરલ થઈ રહી છે. આરોહી અને તત્સત્નાં મેરેજ અગાઉની કેટલીક વિધિઓના વીડિયો પણ સોશ્યલ મિડિયામાં જોવા મળ્યા છે.

કલાકાર તત્સત મુનશી અને આરોહી પટેલે ‘ઓમ મંગલમ સિંગ્લમ’ ફિલ્મ અને વેબસિરીઝ ‘નોન-આલ્કોહોલિક બ્રેકઅપ’માં સાથે કામ કર્યું છે. આ ઉપરાંત આરોહી પટેલને લવની ભવાઈ માટે બેસ્ટ એક્ટ્રેસનો પણ એવોર્ડ મળી ચૂક્યો છે જેની તે વખતે સમગ્ દેશમાં ચર્ચા થઈ હતી. હવે આરોહી અને તત્સતની મેરેજના ફોટો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ગુડ ન્યૂઝ આપ્યા હતાં. આરોહીએ આ પોસ્ટ કરતી વખતે લખ્યું કે, ‘પ્યાર દોસ્તી હૈ’ અને આની સાથે તેણે બે હાથથી હાર્ટ બનાવતી ઈમોજી પણ પોસ્ટ કરી છે.
આ લગ્નમાં હાજર રહેવાં માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો અને ફિલ્મમેકર્સ ઉદેપુર પહોંચ્યા હતા. આરોહીના હાથમાં આરોહી અને તત્સત લખ્યું હોય તેવી મહેંદી જોવા મળી. આરોહી વ્હાઈટ સાડી અને રેડ બ્લાઉઝમાં સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તો તત્સત મુનશી પણ વ્હાઈટ શેરવાનીમાં જોવા મળ્યો હતો. આ બંનેએ મેરેજના ફોટો શેર કરતાં લખ્યું છે કે ’પ્યાર દોસ્તી હૈ’.
આરોહી અને તત્સતની લગ્નના ફોટોમાં જોઈ શકાય છે કે આરોહી અને તત્સત બંનેએ પોતાનો લુક સિમ્પલ છતાં ખૂબ જ ખાસ અને સ્પેશિયલ લાગે એવી રીતે રાખ્યો છે. આરોહી અને તત્સતના હાથમાં તેમના નામ પ્રિન્ટ થયેલા ગ્લાસ છે અને બંને એકબીજાને મેરેજની વિશ આપતાં જોવા મળ્યાં.





