Anurag Kashyap will say goodbye to Bollywood:એક્ટર- ડિરેક્ટર અનુરાગ કશ્યપ કે જેણે હમણાં જ એવો ખુલાસો કર્યો છે કે તે બોલિવુડને અલવિદા કરશે. એટલું જ નહીં તેણે મુંબઈ છોડવાનો નિર્ણય લીધો છે. દિગ્દર્શકે કહ્યું કે હવે તેની પાસે બોલિવુડ ફિલ્મો બનાવવાનું એક્સાઈટમેન્ટ જ નથી. આ ઉપરાંત ડિરેક્ટરે બોલિવુડમાં રિસ્ક ફેક્ટર ઘટાડવા અને રિમેક બનાવવાની વાત પણ કરી છે. આ ઉપરાંત બોલિવુડમાં ફિલ્મ મેકિંગની જે પ્રોસેસ અને તેમાંથી જે આનંદ લેવાનો હોય છે તે ગાયબ થઈ ગઈ છે તેમ પણ જણાવ્યું હતું.
આજકાલ ફિલ્મ બનાવવાનું એક્સાઈટમેન્ટ જ નથી રહ્યું: અનુરાગ
ડિરેક્ટર અનુરાગ કશ્યપે હોલિવૂડ રિપોર્ટર ઈન્ડિયા સાથેના ઈન્ટર્વ્યુંમાં કહ્યું કે, ‘આજકાલ મને કંઈ નવું કરવા મળતું નથી. આને લઈને જાણે ફિલ્મ બનાવવાનો ઉત્સાહ જ ન રહ્યો હોય તેવું લાગે છે. મને લાગે છે કે આનું કારણ કલાકારોની ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી છે કારણ કે ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીએ એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે જેમાં કલાકારો એક્ટિંગ કરવાને બદલે જાણે સ્ટાર બનવા પર વધારે ફોકસ કરતા હોય તેવું થાય છે.
પોતાની ફિલ્મોમાં કોઈ પ્રયોગ કરી શકતો નથી:
અનુરાગે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી હું બહાર જઈને કોઈ નવી કે પછી અલગ પ્રકારની ફિલ્મ કરી શકતો નથી. આ ઉપરાંત હું મારી ફિલ્મોમાં કોઈ પ્રયોગ નથી કરી શકતો કેમ કે હવે બધું પૈસા પર આવી ગયું છે. જેમાં પ્રોડ્યુસર્સ માત્ર નફો અને માર્જિન વિશે જ વિચારે છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ બધું નક્કી થઈ જાય છે કે ફિલ્મ કેવી રીતે વેચાશે અને કેટલો નફો થશે. આ સ્થિતીમાં ફિલ્મ મેકિંગની જે પ્રોસેસ છે અને તેની મઝા લેવાની હોય છે તે પ્રોસેસ અને મઝા ગાયબ થઈ ગઈ છે.
હું આવતા વર્ષે સાઉથમાં સેટલ થઈશ:
ડિરેક્ટર અનુરાગે કહ્યું કે, ‘હું આવતા વર્ષે મુંબઈ છોડીને સાઉથમાં સેટલ થઈશ. હું ત્યાં જવા માગું છું જ્યાં દરેક કામ કરવા માટે ઉત્સાહિત હોય. જો આવું નહી થાય તો આપણે બધાએ વૃદ્ધ માણસની જેમ જીવવું પડશે અને પછી મરી જઈશ. હું આ સ્થિતીને લઈને આપણી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી ખૂબ જ નારાજ છું અને સાથે સાથે નિરાશ થઈ ગયો છું. હું બોલિવુડ ઈન્ડસ્ટ્રીના લોકોની વિચારસરણીથી પણ ખૂબ નારાજ છું.
છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડમાં માત્ર રિમેક બને છે:
ડિરેક્ટર અનુરાગે બોલિવુડની વિચારસરણી પર પ્રકાશ પાડતાં કહ્યું કે, ‘હવે બોલિવૂડમાં માત્ર રિમેક જ બની રહી છે. ફિલ્મ મેકર્સ કંઈ નવું કરવા માંગતા નથી. હું આ માનસિકતાથી ખૂબ કંટાળી ગયો છું. એજન્સીઓ એક્ટર્સનાં માઇન્ડ વોશ કરી રહી છે અને તેમને સ્ટાર બનાવવા અને પૈસા કમાવવા માટે તેમને ગ્લેમરની લાલચ આપી રહી છે. એક્ટર્સને વર્કશોપને બદલે તેઓ જિમમાં મોકલે છે.
હું જેને મિત્રો માનતો હતો તેમણે મને છોડી દીધો છે:
અનુરાગ કશ્યપે કહ્યું કે તે જે કલાકારોને ઇન્ડસ્ટ્રીમાં પોતાના ફ્રેન્ડસ માનતો હતો તેઓ પણ તેને એકલો છોડી ગયા છે. ‘મારા કલાકારો કે જેમને હું મારા ફ્રેન્ડસ માનતો હતો તેમણે મન છોડી દીધો છે કારણ કે તેઓ કંઈક બીજું બનવા માગતા હતા. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવું હંમેશા થતું હોય છે. જો કે મલયાલમ સિનેમામાં આવું થતું નથી.ખરેખર આ સ્થિતી સારી ન કહેવાય.





