Siddharth-Kiara pregnancy: કિયારા અડવાણી અને સિધ્ધાર્થ મલ્હોત્રાએ તેમની પ્રેગ્નેન્સીની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ ફોટો શેર કરીને કરી છે. શુક્રવારે, આ દંપતીએ ઇન્સ્ટાગ્રામ પર એક સંયુક્ત પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે તેમની પ્રેગ્નેન્સીનાં સમાચાર ચાહકો સાથે શેર કર્યાં. કિયારા અને સિધ્ધાર્થે એક તસવીર છોડી હતી જેમાં તેઓ એક બાળકનાં એક જોડી મોજાં પકડતા જોવા મળ્યા હતા. કેપ્શનમાં લખ્યું હતું કે, “આપણા જીવનની👼 સૌથી મોટી ભેટ ટૂંક સમયમાં ❤️🧿🙏🏻 આવી રહી છે (એસઆઈસી).”
કિયારા અને સિદ્ધાર્થની આ જાહેરાતથી દરેક જણ ઉત્સાહિત થઈ ગયા. પોસ્ટ શેર થયા પછી તરત જ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં તેમનાં કલીગ્સ અને મિત્રોએ દંપતીને અભિનંદન પાઠવ્યાં હતાં. કેટલાંક તેમનાં મિત્રોએ તેમને અભિનંદન, આશીર્વાદ આપ્યાં. ઇશાન ખટ્ટરે લખ્યું, “સેફ જર્ની 😁🧿. શર્વરીએ પણ કોમેન્ટ કરી હતી કે, “અભિનંદન ❤️❤️”. નેહા ધૂપિયાની કોમેન્ટમાં લખ્યું હતું ❤️❤️❤️❤️❤️ કે, “અભિનંદન, તમે લોકોએ અત્યાર સુધીના શ્રેષ્ઠ સમાચાર આપ્યા છે.” આ ઉપરાંત હુમા કુરૈશી, રિયા કપૂર અને વિક્રમ ફડનીસે પણ કિયારા અને સિદ્ધાર્થને શુભેચ્છાઓ પાઠવી હતી.
કિયારા અને સિદ્ધાર્થ 7 ફેબ્રુઆરી, 2023 ના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. તે એક ખૂબ જ ઘનિષ્ઠ સમારોહ હતો, જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર હતા. જો કે આ કપલે બાદમાં મુંબઇમાં મેગા સ્ટાર સ્ટડેડ રિસેપ્શન હોસ્ટ કર્યું હતું.
અગાઉ, એક ઇન્ટરવ્યુમાં, કિયારાએ સિદ્ધાર્થ સાથેની તેની લવ સ્ટોરી વિશે વાત કરી હતી અને શેર કર્યું હતું કે અભિનેત્રી હંમેશાં સિદ્ધાર્થ સાથે “ઘર” જેવું અનુભવે છે. “મારા માટે તો એ જ ઘર છે. હું તેની સાથે કંઇ પણ કરું, તે મને લાગતું કે હું ઘરે છું, સેફ છું. મારા માતા-પિતાનાં ઘરે મને ખૂબ પ્રેમ મળ્યો હતો, ખૂબ જ લાડ લડાવવામાં આવ્યાં હતાં ત્યારે સિદ્ધાર્થ સાથે પણ મને તેવો જ અનુભવ થાય છે. હું પહેલેથી જાણતી હતી કે મને તેની સાથે મારા ઘર જેવો જ અનુભવ થશે. “
દરમિયાન, વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કિયારા ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે ડોન 3 માં જોવા મળશે. બીજી તરફ સિદ્ધાર્થ હાલ પરમ સુંદરીનું શૂટિંગ કરી રહ્યો છે.





