ઇરા ખાન બર્થ ડે વિશઃ આમિર ખાનની દીકરી ઇરા ખાન પોતાની પર્સનલને છુપાવીને રાખવામાં માનતી નથી. અગાઉ પણ તેનાં પતિ નૂપુર પ્રત્યેના પ્રેમને સોશિયલ મિડીયા પર પ્રદર્શિત કરતી જોવા મળી છે, જેને લઇને તે ઘણી ચર્ચામાં રહે છે. નૂપુર શિખર સાથેનાં તેનાં લગ્ન ખાસ્સા ચર્ચાસ્પદ રહ્યાં હતાં કારણ કે તેઓએ લગ્નની તમામ વિધિઓ સામાન્ય વર્ગનાં લોકો જેવી જ રાખી હતી, જેની સાથે સામાન્ય લોકો કનેક્ટ કરી શક્યાં હતાં.
હાલમાં જ ઇરાએ લગ્ન પછી પતિની પહેલી વર્ષગાંઠ નિમિત્તે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ ભર્યાં શબ્દોથી અને તેમનાં રોમેન્ટિક ફોટોઝ શેર કરીને પતિને શુભેચ્છા પાઠવી હતી. તેણે પોસ્ટમાં પતિનાં ખૂબ વખાણ કર્યાં અને લખ્યું કે, તમે મારા જીવનની સૌથી પ્રિય વ્યક્તિ છો. નિર્ણય, અનુભવ બધું જ તમે. તમે મને હસાવો છો, તમે મને પકડી રાખી છે, તમે મને (બોલિવૂડ અને જીવન) બંનેથી માહિતગાર કરી છે, તમે મને હંમેશા યાદ અપાવતા રહો છો કે કાળજી લેવું શું છે અને એક એવી જગ્યા બનાવી છે જ્યાં હું મારા અંતરાત્માથી બેફિકર રહી શકું છું. આ એક હ્રદયને હચમચાવી નાખે અને હીલ કરી શકે તેવી લાગણી છે. હેપ્પી બર્થ ડે માય લવ. હું આશા રાખું છું કે તમારી ઇચ્છાનુસાર તમારો દિવસ સામાન્ય હોય, જેમાં કેટલાંક વધારાના રિમાઇન્ડર્સ અને રિયલાઇઝેશન્સ હોય કે લોકો તમને કેટલું ચાહે છે અને પસંદ કરે છે. હવે તમે અનુભવીઓની કેટેગરી સુધી પહોંચવામાં એક વર્ષ નજીક છો, ધીરે-ધીરે ચાલજો, પણ મક્કમતાથી.”

ઇરાએ આ પોસ્ટ સાથે કેટલીક સુંદર તસવીરો પણ શેર કરી છે, જેમાં તે પોતાનાં પતિ સાથે ખાસ સમય વિતાવતી જોવા મળે છે. અહેવાલ મુજબ, ઇરા અને નપુરે બે વખત લગ્ન કર્યાં હતાં. પહેલા તેઓ 3 જાન્યુઆરી 2024ના રોજ લગ્નના બંધાયા હતા. ત્યારબાદ 10 જાન્યુઆરી 2024ના રોજ ઉદયપુરમાં ક્રિશ્ચિયન રીતિ રિવાજ મુજબ ફરીથી લગ્ન કર્યાં હતાં. ઇરા અને નૂપુરનાં લગ્નમાં સૌથી મોટી ચર્ચાનો વિષય નૂપુરની જોગિંગ કરતાં-કરતાં વેડિંગ વેન્યૂ પર પહોંચવાનો વિડીયો વાઇરલ થયો હતો. આ પરથી ખ્યાલ આવે છે કે ઇરા અને નૂપુર એક સ્પેશિયલ કપલ છે.





