Cannes 2026: Alia Bhatt’s vintage look thanks to an Ahmedabadi artist: બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના લૂકનો જાદુ પાથરી રહી છે તેમાં એક લૂકમાં અમદાવાદી આર્ટિસ્ટનું યોગદાન છે. જ્યારે સૌંદર્ય અને કલાનો સુમેળ થાય છે, ત્યારે સર્જન માત્ર વસ્ત્ર નથી રહેતું, પણ એક જીવંત કવિતા બની જાય છે. કાન્સના મંચ પર જ્યારે આલિયા ભટ્ટ આ ડ્રેસમાં પ્રગટ થઈ, ત્યારે જાણે વસંત પોતે ધરતી પર ઉતરી આવી હોય તેવો ભાસ થયો. આ માત્ર ડ્રેસ નથી, પણ અમદાવાદની વિઝ્યુઅલ આર્ટિસ્ટ બાસુરી ચોક્સીના હૃદયના ભાવોનું હેન્ડ-પેઈન્ટેડ સમર્પણ છે.
વસ્ત્રનું લાવણ્યઃ
આ ડ્રેસ 1950ના દાયકાના તે વિન્ટેજ રોમાંસને જીવંત કરે છે, જેમાં નાજુકતા અને ગરિમાનો અનોખો સંગમ છે. ડ્રેસમાં વપરાયેલું કોટન સિલ્ક, સિલ્ક ઓર્ગેન્ઝા અને ટટ્યુલના અનેક પડ (layers) આલિયાના અંગો પર જાણે ચાંદની લપેટાયેલી હોય તેવું માદક સૌંદર્ય પ્રગટાવે છે. તેનું સ્કલ્પટેડ ફિટેડ બોડી અને ડ્રામેટિક ડ્રોપ વેસ્ટ આલિયાના નાજુક વળાંકોને વધુ કામણગારું બનાવે છે.


અમદાવાદી આર્ટિસ્ટનું કોટન પર આર્ટ વર્કઃ
બાસુરીએ સાત દિવસની અવિરત તપસ્યાથી આ કાપડ પર ફ્રેન્ચ રિવેરાની મોહક દુનિયા કંડારી છે. ડ્રેસના ઘેરમાં સૂર્યપ્રકાશથી નહાયેલા દરિયાકિનારા, આભાસી રંગછટા અને લવંડરના મઘમઘતા ખેતરો નજરે પડે છે. જાણે પ્રકૃતિ પોતે આલિયાના આંગણે શૃંગાર કરવા આવી હોય! સમુદ્રની લહેરો અને પૃથ્વીના રંગોના આ મિલનને બાસુરીએ પીંછીના એક-એક લસરકે જીવંત કર્યું છે, જે જોનારની આંખોમાં કામણ કરે છે.
પરંપરા અને આધુનિકતાનો રાસઃ
યશ પાટિલનું ડિઝાઈન અને રિયા-સાન્યા કપૂરની સ્ટાઈલિંગે આ લૂકને પૂર્ણતા આપી છે. જ્યારે આધુનિક વિઝન અને ભારતીય કારીગરીનો આવો સંગમ થાય છે, ત્યારે વિશ્વ સ્તરે ભારતની કલાનો ડંકો વાગે છે. આ ‘વેરેબલ કેનવાસ’ એ માત્ર ફેશન નથી, પણ સ્ત્રીત્વની ભવ્યતા અને કુદરતી સૌંદર્યની એક એવી અભિવ્યક્તિ છે જે યુગો સુધી યાદ રહી જ





