
શ્રદ્ધા બિલવાલ, અમદાવાદ
સ્ટોરી – વડોદરા સ્થિત નેત્રે સ્કૂલ ઓફ સિને એક્ટિંગનાં ઓનર, એક્ટિંગ ટ્રેનર અને કાસ્ટિંગ ડિરેક્ટર જય મર્ચન્ટે ઇટ્સમજ્જા ગુજરાતી સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કામગીરી વિશેનાં અનુભવો શેર કર્યાં. છેલ્લાં ઘણાં વર્ષોથી કાસ્ટિંગ પર જ ધ્યાન કેન્દ્રિત કરતાં જય મર્ચન્ટે ગુજરાતી ફિલ્મો ડિયર ફાધર, હેલો, ઝમકુડી અને નેટફ્લિક્સ વેબ સિરિઝ સ્કૂપનું વડોદરાનું કાસ્ટિંગ તેમણે કર્યું છે. તેમણે સોનાલી લેલે દેસાઇ, કિન્નરી પંચાલ અને બિજલ મોદી જેવી અભિનેત્રીઓને અભિનયની તાલીમ આપી છે. આ ઉપરાંત આઇઆઇએમ બેન્ગલોર અને અમદાવાદ સાથે કોલાબોરેશનમાં ટોક શોનું પણ આયોજન કર્યું છે, જેમાં નિમ્રત કૌર, જાવેદ અખ્તર, આદિત્ય લાખિયા અને મનીષ સૈની જેવાં નામી કલાકારોનો સમાવેશ કર્યો છે.

તેમણે કહ્યું કે, મારી પાસે આવનારા જેન-ઝી યુવાનો હવે પહેલાની જનરેશન કરતાં પોતાનાં ટેલેન્ટને લઇને ખૂબ જ જાગૃત થઇ ગયાં છે. તેઓ એટલાં સ્માર્ટ છે કે તેમને એક્ટિંગની સાથે ડિરેક્શન, એડિટીંગ બધું જ શીખવું છે અને તે બધું જ કરવા તૈયાર છે, જેથી તેમને ફિલ્મ મેકિંગની પ્રોસેસ ઊંડાણમાં ખ્યાલ આવે. તેઓ તેમનાં ઇન્ટરવ્યૂ વિડીયોઝ પોતે જ તૈયાર રાખે છે, રિલ્સમાં અલગ-અલગ પાત્રોને ભજવીને સોશિયલ મિડીયા પર પોતાનું વર્ક લોકોને બતાવે છે. હવેની જનરેશન પોતાનાં એક્ટિંગનાં ટેલેન્ટને બતાવા સોશિયલ મિડીયાનો સીધો સહારો લેતી થઇ છે, જે એક સારી વાત છે.
બોક્સ – ગુજરાતી ફિલ્મોમાં
ગુજરાતી ફિલ્મમેકર્સ પોતાનાં જ પસંદગીનાં ક્રૂ-મેમ્બર્સ અને ફિક્સ એક્ટર્સ સાથે કામ કરતાં હોય છે અને નવાં લોકોને ચાન્સ જલ્દી નથી આપતાં. જો કે મને તે બદલવું નથી, હું મારા સ્ટુડન્ટ્સને કહેતો હોઉં છું કે જો તમે ટેલેન્ટેડ હશો તો મુંબઇથી પણ કામ મળશે, જેથી હંમેશા સ્ટુડન્ટ્સને પોતાની સ્કીલ્સ ડેવલોપ કરવા પર જ ફોકસ કરવા માટે પ્રેરું છું.

બોક્સ – કન્ટેન્ટ જ મુખ્ય હીરો છે.
એક્ટર્સ ગમે તે હશે, પણ અસલી હીરો તો સ્ક્રીપ્ટ જ છે. જેથી સારી ફિલ્મો બનાવી હશે તો સારા એક્ટર્સ કરતાં કન્ટેન્ટ પર ધ્યાન આપવું પડશે. જેથી મેકર્સોએ પણ ફિલ્મનાં કન્ટેન્ટને સ્ટ્રોંગ બનાવું પડશે. ઝમકુંડી ફિલ્મ સફળ રહી કારણ કે આ નવો જોનર લોકોને ખૂબ ગમ્યો, જ્યારે ત્રિશા ઓન ધ રોક્સ ન ચાલી કારણ કે તે કન્ટેન્ટમાં નબળી હતી.





