Salman Khan’s ex Somy Ali congratulates Aamir Khan and Gauri Spratt ahead of July 5 wedding: ‘Love doesn’t follow a calendar’: આમિર ખાન 5 જુલાઈના રોજ પોતાની લાંબા સમયની પાર્ટનર ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે, ત્યારે સલમાન ખાન સાથે રિલેશનશિપમાં રહી ચૂકેલી અભિનેત્રી અને સામાજિક કાર્યકર સોમી અલીએ ઉંમરના સીમાડા ભૂલીને પ્રેમને બિરદાવતો એક હૃદયસ્પર્શી સંદેશો મોકલીને આ કપલને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. The Times of Indiaના એક રિપોર્ટમાં આમ જણાવાયું હતું.
સોમીએ ઇન્સ્ટાગ્રામ પર આ કપલ માટે એક ભાવુક નોટ લખી છે, જેમાં તેણે જણાવ્યું છે કે પ્રેમને ક્યારેય ઉંમર કે સમયના ચોકઠામાં ન તોળવો જોઈએ. તેણે લખ્યું, “ગૌરી અને આમિરને, પ્રેમ કોઈ કેલેન્ડરને નથી અનુસરતો. કોઈ પણ ઉંમરે જીવન જીવવા માટે કોઈ સાથી મળી જવો એ એટલું જ સુંદર છે જેટલું ૨૦ વર્ષની ઉંમરે મળવું. ખુશીઓને પસંદ કરવા માટે ક્યારેય મોડું નથી થતું. જે હૃદય પ્રેમ માટે ખુલ્લું હોય તેને બિરદાવવું જોઈએ, તેની ટીકા ન કરવી જોઈએ. ઉંમર વર્ષોમાં મપાય છે, પરંતુ પ્રેમ પળોમાં મપાય છે.”
તેણે કપલને આગળ અભિનંદન આપતા ઉમેર્યું, “તમને તમારો સાથી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. કેટલાક લોકો યોગ્ય વ્યક્તિની શોધમાં આખી જિંદગી વિતાવી દે છે. જો એ સફર કોઈ પણ ઉંમરે લગ્ન સુધી લઈ જાય, તો તે મોડું નથી, તે બિલકુલ યોગ્ય સમય છે. એક નવું પ્રકરણ શરૂ કરવાની હિંમત પ્રેરણાદાયી છે.”
સોમીએ આ કપલને આજીવન ખુશી અને સાથ મળે તેવી શુભેચ્છા સાથે પોતાના સંદેશનો અંત આણ્યો. “સૌથી શ્રેષ્ઠ પ્રેમ કહાનીઓ એ વાતથી નથી નક્કી થતી કે તે ક્યારે શરૂ થઈ, પરંતુ એ વાતથી નક્કી થાય છે કે તે કેટલી ઊંડાણપૂર્વક જીવાઈ છે. ભગવાન કરે કે તમારી ઉંમર પર કટાક્ષ કરનારા લોકો એક દિવસ એ સમજી શકે કે ખુશીની કોઈ અંતિમ તારીખ (ડેડલાઇન) નથી હોતી. ઉંમર વધવી એ અનિવાર્ય છે; પણ સાથે મળીને પરિપક્વ થવું એ એક ભેટ છે. સૌથી મોટી સિદ્ધિ નાની ઉંમરે લગ્ન કરવાની નથી, પણ કોઈ એવી વ્યક્તિને શોધવાની છે જેની સાથે વૃદ્ધ થવું સાર્થક લાગે.”
આમિરે 5 જુલાઈએ મેરેજની પુષ્ટિ કરી:
સોમીનો આ સંદેશ આમિરે સત્તાવાર રીતે પુષ્ટિ કર્યાના થોડા જ સમય બાદ આવ્યો છે કે તે અને ગૌરી સ્પાર્ટ ૫ જુલાઈએ લગ્નગ્રંથિથી જોડાશે. તાજેતરમાં એક ઈવેન્ટ દરમિયાન વાતચીત કરતા અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે આ લગ્ન એક ખાનગી પ્રસંગ હશે જેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહેશે. જ્યારે આ ચર્ચિત લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે આમિરે હસીને કહ્યું, “હા, અમે ૫ તારીખે લગ્ન કરી રહ્યા છીએ. આ ખૂબ જ નાનો પ્રસંગ છે; અમે ઘરે જ લગ્ન કરી રહ્યા છીએ. ૫ તારીખ અમારા માટે ખૂબ જ ખાસ દિવસ છે. માત્ર બંને પરિવાર અને કેટલાક નજીકના મિત્રો જ હાજર રહેશે. અમે ઘરે જ લગ્ન કરી રહ્યા છીએ. અમે બસ એટલું જ ઈચ્છીએ છીએ કે બધાના આશીર્વાદ અમારી સાથે રહે જેથી અમે ખુશ રહીએ.” આ વાતચીત દરમિયાન તેનો મોટો દીકરો જુનૈદ ખાન પણ ત્યાં હાજર હતો અને જ્યારે આમિર આગામી લગ્ન પ્રસંગ વિશે વાત કરી રહ્યો હતો ત્યારે તે હસતો જોવા મળ્યો હતો.
વર્ષોની મિત્રતા પછી ખીલેલો સંબંધ:
આમિરે આ વર્ષે માર્ચમાં પોતાના 60માં જન્મદિવસની ઉજવણી દરમિયાન પહેલીવાર ગૌરી સ્પાર્ટને મીડિયા સમક્ષ રજૂ કરી હતી. પ્રેસ સાથેની એક અનૌપચારિક વાતચીત દરમિયાન અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે જોકે તે અને ગૌરી એકબીજાને લગભગ ૨૫ વર્ષથી ઓળખતા હતા, પરંતુ તેઓ તાજેતરમાં જ એકબીજાના પ્રેમમાં પડ્યા છે. ગૌરી, જે એક સાત વર્ષના દીકરાની માતા પણ છે, તે ત્યારથી આમિર સાથે ગણા જાહેર કાર્યક્રમોમાં જોવા મળી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આ કપલ ઘણી વખત સાથે જોવા મળ્યું છે.
આમિરના ત્રીજા લગ્ન:
આ આગામી લગ્ન આમિરના ત્રીજા લગ્ન હશે. અભિનેતાએ પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યા હતા, જેમની સાથે તેમને બે બાળકો છે – જુનૈદ ખાન અને ઇરા ખાન. આ કપલ ૨૦૦૨માં અલગ થઈ ગયું હતું. ત્યારબાદ તેણે ૨૦૦૫માં ફિલ્મમેકર કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર છે, આઝાદ રાવ ખાન. તેઓએ ૨૦૨૧માં પોતાના અલગ થવાની જાહેરાત કરી હતી, પરંતુ તેઓ હજી પણ સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રહ્યા છે અને સાથે મળીને પોતાના પુત્રનો ઉછેર (કો-પેરેન્ટિંગ) કરી રહ્યા છે.





