હની સિંહે તાજેતરમાં જ ખુલાસો કર્યો કે એક વખત દુબઇની પાર્ટીમાં તેણે 31 લોકો માટે એક જ રાતમાં 38 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેણે જણાવ્યું કે, આવી ભવ્ય પાર્ટીઓ બાદ તે અવારનવાર ખાલી હાથે ઘરે પાછો ફરતો હતો. તેણે કહ્યું કે દુબાઇની આ પાર્ટીમાં બિલની ભરપાઇ કરવા માટે તેને ક્રેડિટ કાર્ડની જરૂર પડી હતી.
તાજેતરમાં મિર્ચી પ્લસ સાથેની વાતચીતમાં હની સિંહે 2013માં એક વાઇલ્ડ નાઇટની યાદ અપાવી હતી જ્યારે તે અને સાત મિત્રો દુબઇની એક ક્લબમાં આવ્યા હતા અને 38 લાખ રૂપિયાનું આશ્ચર્યજનક બિલ ભર્યું હતું. તેણે એ ભવ્ય અનુભવને યાદ કર્યો, જેમાં બાટલીઓ વહેતી હતી અને છોકરીઓ તેમના ટેબલ પર જોડાઇ જતી હતી. પાછળથી તેને ખ્યાલ આવતો કે તે પાર્ટીમાંથી ખાલી હાથે પાછો આવતો.
હની સિંહનાં શબ્દો હતાં કે, “હમને જિંદગી મેં ના પાર્ટીઓ મેં બોહોત પૈસા ઉડાયા. પાતા લગા કી બિલ ઇતના બડા આ ગયા, ઘર વાપસ તો ખલી હાત આતે થે, “તેમણે કહ્યું કે દુબઇ એક સમયે તેની નાઇટલાઇફ માટે અતિશય ખર્ચાળ હતું, જો કે હવે તે સસ્તુ બન્યું છે.
વધુમાં આ પાર્ટી વિશે તેમણે કહ્યું કે, તેમની પાર્ટીમાં 23 છોકરીઓ અને 8 છોકરાઓનો કાફલો હતો. જેમાં અમે ડ્રીન્ક્સની આનંદ માણતા. ત્યારે આ ખર્ચાને પહોંચી વળવા માટે મારે ત્રણ ક્રેડિટ કાર્ડ્સનો ઉપયોગ કરવો પડેલો.
રેપરે તેની કારકિર્દી દરમિયાન મેરે મહેબૂબ, બ્રીંગ મી બેક, બ્લૂ આઇઝ, દેશી કલાકાર, લવ ડોઝ અને ધીરે ધીરે જેવા ચાર્ટ-ટોપિંગ ટ્રેક્સ આપીને સંગીત પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યાં છે. તેમને બાયપોલર ડિસઓર્ડરનાં નિદાન માટે મોટો પડકાર સહન કરવો પડ્યો હતો. તે સ્પોટલાઇટથી દૂર થઇ ગયો, પરંતુ 2023માં કાલાસ્ટાર સાથે પુનરાગમન કર્યું.
તેમણે તાજેરતમાં જ ગ્લોરી નામનું એક આલ્બમ લોન્ચ કર્યું હતું.





