બે વર્ષ પહેલાં રણબીર અને આલિયાને ત્યાં રાહાનો જન્મ થયો અને તેમણે તેનું નામ રાહા કપૂર રાખ્યું હતું. લાંબો સમય સુધી રાહાનાં લૂકને સિક્રેટ રાખ્યાં પછી, ગયા વર્ષે કપૂર પરિવારનાં વાર્ષિક ક્રિસમસ લંચ પર રણબીર અને આલિયાએ તેમની પુત્રીને પારારાઝીની સામે અને કેમેરાની સાથે રાહા નો પરિચય કરાવ્યો, ત્યારે આખા ઇન્ટરનેટ પર રેકોર્ડ બ્રેક રાહાની તસવીર વેહતી થઇ હતી. નેટિઝન્સે તેની પ્રથમ ઝલક જોતાં જ તે પ્રિય સ્ટાર કિડ બની ગઇ છે. લોકોએ કહ્યું કેટલી ક્યૂટ છે. આજે રાહા બે વર્ષની થઇ ગઇ છે, ત્યારે આ ક્યૂટીની ઉજવણી કરતાં દાદી નીતુ કપૂરે બર્થ ડે ગર્લને મીઠી વિશ સોશિયલ મિડીયા દ્વારા કરી છે.
રાહાની દાદી નીતુએ શેર કરેલી આ જન્મદિવસની પોસ્ટ ચાહકો માટે હ્રદયસ્પર્શી તસવીર છે. આ તસવીરમાં રાહા તેના માતા-પિતા વચ્ચે બેઠી છે, જેમાં રણબીર તેની રાજકુમારી રાહા પર પ્રેમ વરસાવતો જોવા મળ્યો, જ્યારે આલિયા તેને પ્રેમ ભરી આંખોથી નિહારતી જોવા મળી. આ ફક્ત તેમનો સૌથી મનોહર અને હેલ્ધી ફેમિલીનો ફોટો છે, જે ચાહકોએ ક્યારેય જોયો નથી. નીતુએ કેપ્શનમાં લખ્યું કે “અમારા પ્યારનો જન્મદિવસ ગોડ બ્લેસ.” ❤️
આ બર્થ ડે પોસ્ટ શેર થયાની થોડી જ મિનિટો બાદ, ચાહકોએ કોમેન્ટ સેક્શન પર પ્રેમ અને આશીર્વાદનો વરસાદ વરસાવ્યો હતો, જેમાં રાહાની તેના દિવંગત દાદા અને અભિનેતા ઋષિ કપૂર સાથેની સામ્યતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “ડિટ્ટો રિશી કપૂર હૈ કોઈ કુછ ભી બોલે ઇતના સમાનતા ❤️❤️❤️❤️,” જ્યારે અન્ય એક ટિપ્પણીમાં લખ્યું હતું: “ઋષિ કપૂરજીની ડુપ્લિકેટ કોપી.”





