જાહ્ન સ્ટુડિયોના બેનર હેઠળ બનેલ ફિલ્મ “ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની” ની રિલિઝ ડેટ એનાઉન્સમેન્ટ, મ્યુઝિક અને ટ્રેલર લોન્ચ શુક્રવારે પીવીઆર-એક્રોપોલિસ અમદાવાદમાં કરવામાં આવ્યું. આ ફિલ્મ 22મી નવેમ્બરે રિલીઝ થઇ રહી છે ત્યારે ફિલ્મનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ શુક્રવારે કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓએ હાજરી નોંધાવી હતી.
આ ફિલ્મમાં મિત્ર ગઢવી અને સિદ્ધિ ઇદનાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તે ઉપરાંત હિતેન કુમાર, દેવર્ષી શાહ, સુચિતા ત્રિવેદી, તત્સત મુન્શી, જ્હાન્વી ગુરનાની, છાયા વોરા, પ્રશાંત બારોટ, ચૌલા દેશી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારોએ પોતાનો અભિનય આ ફિલ્મમાં આપ્યો છે. આ ફિલ્મની વાર્તા ત્રણ મુખ્ય પાત્રો વચ્ચેનાં લવ ટ્રાયેન્ગલની વાત છે. તેની વાર્તા જ્હાન્વી ચોપડાએ લખી છે, ત્યારે ફિલ્મનું મ્યુઝિક અમિત ભાવસારે આપ્યું છે.
“ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની” ફિલ્મ પ્રેમ, સામાજિક તફાવતો અને ગુજરાતી પરંપરાઓને અંતર્ગત પોતાની જાતને શોધતા ત્રણ પાત્રોનાં જર્નીની વાત છે. જેમાં ઇતિશ્રી – એક થિયેટર એક્ટ્રેસ છે અને તેના પિતાની અપેક્ષાઓ અને સમાજનાં નિયમો વચ્ચે સંઘર્ષ કર્યાં કરે છે તે દરમિયાન મેટ્રીમોની કંપની દ્વારા યુ.કેનાં બેંકર વેદ સાથે થાય છે, રાઘવ મેટ્રીમોની કંપનીના ઓનર છે અને ઇતિશ્રીનાં પ્રેમમાં પડે છે. આ વાતથી અજાણ જ્યારે ઇતિ અને વેદની સગાઇની તૈયારીઓને મધ્યાંતર, વાર્તાને નવો જ વળાંક આપે છે અને તે સાથે અનેક રહસ્યો બહાર આવે છે.
ફિલ્મમાં મિત્ર ગઢવી અને સિદ્ધિની અનોખી કાસ્ટિંગ શું રંગ લાવે છે તે 22મી નવેમ્બરે જોવું જ રહ્યું.





