અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ તેની સાવકી પુત્રી સામે રૂ. 50 કરોડની માનહાનિની નોટિસ જારી પાઠવ્યાનાં બીજા દિવસે એશાએ તેના સોશિયલ મીડિયા પરથી અનુપમા સાથે જોડાયેલી તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. આ સાથે તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ‘ખાનગી’ પર સ્વિચ કર્યું. જો કે એશાએ હજુ માનહાનિની નોટિસનો જવાબ આપવાનો બાકી છે.
રૂપાલીના પતિ આશિષ કે વર્મા અને તેની પ્રથમ પત્નીની પુત્રી એશાએ અગાઉ અનુપમા પર તેની સામે ધમકીઓ આપવાનો અને તેના માતાપિતાના લગ્નને તોડી નાખવાનો આરોપ મૂક્યો હતો. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર રૂપાલી અને આશિષ સાથે માત્ર એક જ ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં એશાએ “સ્ટાર-એન્ટ્સ” તરીકે ઉલ્લેખ કર્યો હતો, પરંતુ પછી તે તસવીરને હટાવી દીધી હતી.
તાજેતરમાં એશાએ રૂપાલી અને આશિષ વિશે ઇન્સ્ટાગ્રામ પર વિવિધ નોટ્સ અને અપડેટ્સ પણ પોસ્ટ કર્યા હતા, પરંતુ તેણે હવે તે બધાને દૂર કરી દીધા છે. આ સાથે તેણે તમામ Instagram પોસ્ટ પર કમેન્ટસના ઓપ્શનને ઓફ કરી દીધુ છે.
અગાઉ એશાએ દાવો કર્યો હતો કે રૂપાલીને તેની માતા સપના સાથેના લગ્ન દરમિયાન તેના પિતા આશિષ સાથે અફેર હતું. તેણીએ રૂપાલી અને આશિષના પુત્રને “ગેરકાયદેસર” તરીકે દર્શાવ્યો. એશાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે રૂપાલીએ તેની માતાના ઘરેણાં લીધા હતા. થોડો સમય ચૂપ રહ્યાં પછી રૂપાલીએ 11 નવેમ્બરના રોજ એશાને રૂ. 50 કરોડની બદનક્ષીની નોટિસ જારી કરી હતી. નોટિસમાં, રૂપાલીએ દાવો કર્યો હતો કે એશાએ તેની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે. આ સાથે તેણીના ગૌરવને નુકસાન પહોંચાડ્યું છે અને તેની કારકિર્દી પર નકારાત્મક અસર કરી છે જેના કારણે નાણાકીય નુકસાન થયું છે. રૂપાલીની નોટિસમાં એશા પાસેથી તેના પુત્રને વિવાદમાં સામેલ કરવા બદલ જાહેરમાં માફી માંગવાની પણ માંગ કરવામાં આવી હતી. તેણે ચેતવણી આપી હતી કે જો એશા માફી નહીં માંગે તો તે આગળની કાનૂની કાર્યવાહી કરશે.





