ટેલિવિઝનનો મોસ્ટ ફેમસ રિયાલિટી શો ‘બિગ બોસ 18’ નિર્માતાઓએ તાજેતરમાં બે વાઇલ્ડ કાર્ડ સ્પર્ધકોને એન્ટ્રી આપશે. શોને સલમાન ખાનની જગ્યાએ રવિ કિશન હોસ્ટ કરશે. આ સાથે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્ટાર કર્દાશિયન સિસ્ટર્સ વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે શોમાં એન્ટ્રી લેવાની છે. ડીજી ડિટીટલના ન્યૂઝમાં આ અહેવાલ રજુ થયો છે કે શોના નિર્માતાઓ શોમાં ભાગ લેવા માટે કાર્દશિયન સિસ્ટર્સ સાથે છેલ્લા કેટલાક સમયથી વાતચીત કરી રહ્યા છે. જો કે, તે હજુ સ્પષ્ટ નથી થયું કે તે આગામી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે શોમાં એન્ટ્રી કરશે કે ગેસ્ટ તરીકે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કાર્દશિયન સિસ્ટર્સ ડિસેમ્બરમાં શોમાં એન્ટ્રી લેશે. કિમ, કેલી અને કેન્ડલ શોનો ભાગ બનશે.
અનંત અંબાણીના મેરેજમાં કાર્દશિયન સિસ્ટર્સ આવી હતી:
કાર્દશિયન બહેનો કિમ અને ક્લો મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં આવી હતી. કિમ કાર્દાશિયને ભગવાન ગણેશની મૂર્તિ સાથે કેટલીક તસવીરો ક્લિક કરી હતી, જે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ભગવાનની મૂર્તિનો પ્રોપ તરીકે ઉપયોગ કરવા બદલ તેને ટ્રોલ કરાઈ હતી અને પછી તેણે ફોટો ડિલીટ કરી દીધા હતાં.





