15 નવેમ્બરને શુક્રવારે દેવ દિવાળી છે. કારતક મહિનાની આ પૂર્ણિમા છે જેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે દાન પુણ્ય કરવાનો મહિમા છે. એક કથા પ્રમાણે ભગવાન શિવે કાર્તિક પૂર્ણિમાના દિવસે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો તેથી તેને ત્રિપુરારી પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે કોઈ પણ શુભ કામ કરી શકાય છે. નદીમાં સ્નાન કરવાનો પણ મહિમા છે. આ દિવસે અનેક લોકો ગંગા, યમુના, નર્મદા, શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે.
પાણીમાં ગંગા જળ ઉમેરી સ્નાન કરો:
જે લોકોના ઘર કે શહેરની આસપાસ નદી નથી તો તેઓ ગંગા જળને પાણીમાં મિક્સ કરીને પોતાના ઘરે સ્નાન કરવું જોઈએ. સ્નાન કરતી વખતે, વ્યક્તિએ તમામ તીર્થ સ્થાનો અને પવિત્ર નદીઓનું ધ્યાન કરવું જોઈએ. ત્યાર પછી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો અભિષેક કરવો જોઈએ. આ દિવસે ઉપવાસનું પણ મહત્વ છે. દેવ દિવાળીએ ઉગતા ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાનું પણ મહાત્મ્ય છે. ચાંદીના વાસણમાં દૂધ ભરીને ચંદ્રને અર્પણ કરો. ઓમ પુત્ર સોમાય નમઃ મંત્રનો જાપ પણ કરી શકો છો. આ દિવસે હનુમાનજી સમક્ષ દીપ પ્રાગટ્ય કરો અને સુંદરકાંડ, હનુમાન ચાલીસાનો પાઠ કરો. ત્યાર પછી રામ નામનો જાપ કરો.





