water festival at ahmedabad:અમદાવાદ પાસેના અડાલજની વાવ ખાતે મ્યુઝિક અને લાઈટ્સ થકી ઐતિહાસિક સ્મારકોને રજુ કરતો વોટર ફેસ્ટિવલ આ વર્ષે 24 નવેમ્બરે રાત્રે 8 વાગે યોજાશે. આ સાથે ક્રાફ્ટ ઓફ આર્ટના 15 વર્ષના સફરની ઉજવણી પણ થશે. આ વર્ષે ક્રાફ્ટ ઓફ આર્ટ તેમની અનન્ય પહેલ દ્વારા ભારતના વારસાને પુનર્જીવિત કરવાના 15 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ઐતિહાસિક અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલ આ વારસાનો પુરાવો છે.

ડ્રમ્સ ઓફ ઈન્ડિયા થીમ પર યોજાશે વોટર ફેસ્ટિવલ:
આ ફેસ્ટિવલની થીમ ‘ડ્રમ્સ ઓફ ઈન્ડિયા’છે જેમાં ‘સેલિબ્રેટિંગ મુવમેન્ટ વિથ મ્યુઝિક’અંતર્ગત સંગીતમય વાતાવરણ સાથે આર્કિટેક્ચરલ અજાયબીના અનોખા વાતાવરણનો સુમેળ ક્રાફ્ટ ઓફ આર્ટની પ્રતિબદ્ધતાને ફરી દર્શાવે છે. ક્રાફ્ટ ઓફ આર્ટના ફાઉન્ડર અને ભરતનાટ્યમ ડાન્સર એવાં બિરવા કૂરેશીએ જણાવ્યું કે, ‘ક્રાફ્ટ ઓફ આર્ટ છેલ્લાં 15 વર્ષથી ભારતના ઐતિહાસિક સ્મારકોને મોર્ડન ઓડિયન્સ ખાસ કરીને યુવા પેઢીને જોડવાનું કામ કરે છે. મ્યુઝિક, લાઇટિંગ અને એમ્બિયન્સના અનોખા સમનવય દ્વારા ક્રાફ્ટ ઓફ આર્ટ ઐતિહાસિક સ્મારકોમાં નવો પ્રાણ પૂરે છે. જે મુલાકાતીઓને તેના ભવ્ય ભૂતકાળની યાદ અપાવે છે. આ ઉત્સવ ભારતની કલા, સ્થાપત્ય અને લોકકથાના સમૃદ્ધ વારસાના સારને ઉજાગર કરવા માટે કરવામાં આવે છે.

વોટર ફેસ્ટિવલમાં પ્રવેશ માટે “ફસ્ટ-કમ, ફસ્ટ સર્વડ બેઇઝ” છે. સંગીત પ્રેમીઓ bookmyshow.com પર વોટર ફેસ્ટિવલનું ફ્રિ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. બિરવા કૂરેશીએ જણાવ્યું કે, ‘ક્રાફ્ટ ઓફ આર્ટનું મિશન લોકોને ખાસ કરીને યુવા પેઢીને આર્ટ, આર્કિટેક્ચર, ક્રાફ્ટ, હિસ્ટ્રી અને કલ્ચર દ્વારા દેશના સમૃદ્ધ વારસા સાથે જોડવાનું છે. આ પ્રયાસને ભારતીય પુરાત્વ સર્વેક્ષણ (ASI)નું સમર્થન છે. છેલ્લાં 15 વર્ષમાં ક્રાફ્ટ ઓફ આર્ટે ગુજરાત અને મહારાષ્ટ્રના હેરિટેજ સ્થળો પર 35 હેરિટેજ ફેસ્ટિવલ કર્યા છે.
અડાલજની વાવ ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો મનમોહક પ્રદર્શન સાથે વોટર ફેસ્ટિવલ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. તબલા ઉત્સાદ ફઝલ કુરેશી ભારતીય શાસ્ત્રીય સંગતીની દુનિયામાં તેમના પરિવારના વારસાને આગળ વધારતા તેમની તબલાવાદનની નિપુણતા સાથે સંગીત સમૂહનું નેતૃત્વ કરશે. આ સાથે અન્ય આર્ટિસ્ટમાં ગાયક વિજય પ્રકાશ તેમની ભાવપૂર્ણ પ્રસ્તૃતિઓ માટે જાણીતા છે. તેમની સાથે સારંગી પર દિલશાદ ખાન, મૃદંગમ પર શ્રીદર પાર્થસારથી અને ઘાટમ પર ઉમા શંકર સાથ આપશે. અન્ય આર્ટિસ્ટમાં નવીન શર્મા ઢોલક પર, વિજય ચવ્હાણ ઢોલકી પર, ખેત ખાન કરતાલ પર, સંગીત હલ્દીપુર કીબોર્ડ પર, જીનો બેંક ડ્રમ પર, શેલ્ડન ડી’સિલ્વા બેસ પર અને રિધમ શૉન ગિટાર પર સંગત કરશે. આ સાથે સાંજે વીરગર્જના ઢોલ તાશે પાઠક અને પુરુલિયા છાઉ ડાન્સ એકેડેમી દ્વારા પરફોર્મન્સ આપવામાં આવશે.





