Bigg Boss Season 18: બિગ બોસ 18ના લેટેસ્ટ એપિસોડમાં ફિટનેસ ઈન્ફ્લુએન્સર રજત દલાલે કશિશ કપૂર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. તેમની મગજમારી દરમિયાન, કશિશે એક ટિપ્પણી કરી, ‘મૈં લોગો કો ગાડી સે નહીં ઉડાતી હૂં’ (હું મારી કારથી લોકોને પછાડતી નથી), જેનાથી રજત ગુસ્સે થયો હતો. આને કારણે બંને વચ્ચે શબ્દોની જ્વલંત આપ-લે થઈ.
આ વર્ષની શરૂઆતમાં, રજતનો એક વીડિયો સામે આવ્યો હતો, જણે દેશ ભરમાં મોટો વિવાદ ઉભો કર્યો હતો. દિલ્હી-એનસીઆરનાં વ્યસ્ત હાઇવે પર 140કિમી/કલાકની ઝડપે બેફામ ડ્રાઇવ કરતો જોવા મળ્યો હતો. આનો એક વિડીયો બહાર આવ્યો હતો, જેમાં એક મહિલાએ તેનાં ડ્રાઇવિંગ અંગે ચિંતા વ્યક્ત કરી તો રજતે તેને ફગાવી દીધી અને કહ્યું કે ચિંતા ના કરો. આ પછી રજત પોતાની કારથી જ એક બાઇક ચાલકને ટક્કર મારતા જોવા મળ્યો. તે માટે કારમાં બેઠેલી મહિલા ગભરાઇ જતાં, રજત અટક્યા વગર જ આગળ વધ્યો અને સહજતાથી કહ્યું કે, “વો ગીર ગયા, કોઈ બાત નહીં. રોઝ કા યહી કામ હૈ મેરા મેડમ” (તે પડી ગયો, તે કોઈ મોટી વાત નથી. આ મારી દિનચર્યા છે).
આ વિડિયો વાઇરલ થયા બાદ સોશ્યલ મિડિયા પર આક્રોશ ફાટી નીકળ્યો હતો અને ઘણા લોકોએ રજત સામે પગલાં લેવાની માગણી કરી હતી. જેના જવાબમાં તેણે એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે તેને આ ઘટના યાદ નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, “જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જૂનો છે. મેં આ બધી વસ્તુઓ પાછળ છોડી દીધી છે. મને આ વિશે ખ્યાલ નથી અને કોઇ મારા ખિલાફ કાવતરું રચીને મને ટાર્ગેટ કરી રહ્યું છે. મેં જીવનમાં મારા પાઠ શીખ્યા છે અને જીવનમાં આવી વસ્તુઓ પાછળ મૂકી દીધી છે. હું હવે અથવા ભવિષ્યમાં કોઈની સાથે લડવાનો નથી. અને સત્ય બહાર આવશે.”
ફિટનેસ ઈન્ફ્લુએન્સર રજત દલાલ હાલ બિગ બોસ 18માં છે. સોશિયલ મીડિયા પર પોતાની હાજરી માટે જાણીતા, તેમણે પોતાનું ફિટનેસ કન્ટેન્ટ અને ભૂતકાળના વિવાદો માટે પણ ધ્યાન ખેંચ્યું હતું. આ શોમાં, તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે અને તે તાજિન્દર બગ્ગા જેવા અન્ય સ્પર્ધકો સાથે દલીલોમાં સપડાતા જોવા મળ્યાં છે. દલાલે ઉલ્લેખ કર્યો છે કે તે શોમાં પોતાની એક અલગ બાજુ બતાવવા માંગે છે, પોતાને તેના ભૂતકાળના મુદ્દાઓથી દૂર રાખે છે.





