“કાલે લગન છે !?!” ફિલ્મની 7 નવેમ્બર, 2024ના રોજ રિલિઝ થવા જઇ રહી છે ત્યારે રિલિઝ પહેલાંથી જ લોકોમાં ભારે ઉત્સુક્તા વધી છે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું, જે પરથી ખ્યાલ આવે કે સામાન્ય કોમેડીથી કંઇક હટકે અને સસપેન્સથી ભરપૂર આ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ છે.

ફિલ્મની વાર્તામાં એક નવ યુવાન આયુષ દિવની ટ્રીપ પર નીકળે છે અને તેને ઇશિકા નામની યુવતી મળી જાય છે, જ્યાં કેટલીક રહસ્યમય ઘટનાઓ ઘટે છે જેનાથી કોમેડી સર્જાય છે. ફિલ્મમાં લીડ એક્ટર પરિક્ષિત તમાલિયા અને પૂજા જોશી જોવા મળ્યાં છે.
પરિક્ષિત તમાલિયા આ ફિલ્મનાં પ્રોમોશન વખતે મીડિયા સાથે જોવા મળ્યો હતો.





