મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

કોરોના મહામારી પછી ડિજીટલ નો-મેડનો ટ્રેન્ડ સોલો ટ્રાવેલિંગમાં વધી ગયો છે.

Shraddha Bilwalby Shraddha Bilwal
ઓક્ટોબર 10, 2024
in Blog, LIFESTYLE
Reading Time: 1 min read
કોરોના મહામારી પછી ડિજીટલ નો-મેડનો ટ્રેન્ડ સોલો ટ્રાવેલિંગમાં વધી ગયો છે.

કોરોના મહામારી પછી સોલો ટ્રાવેલિંગનો ક્રેઝ વધ્યો છે. હવે લોકો મિત્રો કે પરિવારજનોનાં ફ્રી થવા સુધીની રાહ જોતાં નથી.

આખા વિશ્વમાં કોરોના મહામારી પછી લોકોનાં જીવનમાં ઘણાં પરિવર્તનો આવ્યાં. લોકોનું જે સાધારણ સ્તરનું જીવન હતું, જેમાં પૈસા કમાવા, સામાજિક બંધનો નિભાવા, તહેવારોમાં જ પારિવારિક આનંદ મેળવવો, ફિલ્મો જોવી વગેરે હતું. અને આ બધાય માંથી વર્ષમાં એક વાર ફેમિલી ટ્રીપ કરવી એ આદર્શ જીવન હતું. પણ કોરોના મહામારી પછી લોકોમાં પોતાનું પેશન શોધવું અને તેને માટે જીવવું તેનો અભિગમ વિકસ્યો. હવે લોકોમાં સોલો ટ્રાવેલિંગનો ક્રેઝ વધી ગયો છે. કોરોના મહામારી પહેલાથી સોલો ટ્રાવેલિંગ જાણીતું હતું, પણ તેનો ખરો ટ્રેન્ડ તેના પછી શરૂ થયો છે. હવે લોકો રાહ નથી જોતા કે પરિવારનાં સભ્યોને રજા મળશે કે મિત્રો ટ્રીપમાં જોડાશે કે કેમ. પણ લોકો ટ્રાવેલિંગ માટેનાં ત્વરિત નિર્ણયો લેતાં થયાં છે કે જેમાં પોતાને રજા મળી કે પોતાની પાસે સમય છે તો તરત જ પોતાને ગમતી જગ્યા પર બેગપેક કરીને ઉપડી જાય છે.

અમદાવાદનાં મહિલા સોલો ટ્રાવેલર અને માઉન્ટેનિયર ધર્મિષ્ઠા પટેલ કારેકરે ઇટ્સમજ્જા ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી, તે દરમિયાન તેમણે જણાવ્યું કે, લોકોને લોકડાઉનમાં પરિવાર સાથે સમય વિતાવવાનો સમય મળ્યો, લોકોનો વિચારવાનો સમય મળ્યો કે ખરેખર જીવન શું છે અને તેને કઇ રીતે વધુ સારી રીતે જીવી શકાય. કોવિડમાં ઘણાં લોકોને વર્ક ફ્રોમ હોમ મળ્યું, જેથી ઘણાં લોકો પોતાને ગમતી જગ્યા પર રહીને કામ કરવા લાગ્યાં. ત્યારપછી ડિજીટલ નોમેડનો કોન્સેપ્ટ ચલણમાં આવ્યો, જેમાં લેપટોપ જ્યાં ખોલ્યું ત્યાં ઓફિસ એટલે ઘણાં લોકોએ સોલો ટ્રાવેલિંગ કરતાં સાથે કામ કરવાનું ચાલું કર્યું. ઘણાં લોકો વર્ક ફ્રોમ હોમની જોબ્સ શોધવા લાગ્યાં અને ઘણાં તો વર્ક ફ્રોમ હોમમાં ગોઠવાઇ ગયાં.

લોકો સોલો ટ્રાવેલિંગ કેમ પસંદ કરે છે, તેમ પૂછતાં ધર્મિષ્ઠાએ જણાવ્યું કે, ટ્રાવેલિંગ એવી વસ્તુ છે કે કોઇને ન પસંદ હોય એવું ઘણી ઓછી વાર બનતું હોય છે પણ બધાંને એક સાથે સમય મળે અને બધાં એક સાથે ફરવા જઇ શકે તેવી પરિસ્થિતિ ઘણી ઓછી વખત બનતી હોય છે. વળી, ટ્રાવેલર અને ટુરિસ્ટએ બંનેમાં ફરક છે. ટ્રાવેલર એ છે કે જેને જગ્યા ન માત્ર જોવી છે, પરંતું તે જગ્યાનાં ઇતિહાસ, સંસ્કૃતિ, ખાણી-પીણી, ત્યાંનાં લોકોનાં વિચારો, જીવન-ધોરણ વગેરેનો અનુભવ કરવાનો ઉદ્દેશ્ય હોય છે. અને મોટાભાગે સોલો ટ્રાવેલર્સ ત્વરિત ટ્રીપ્સ પ્લાન કરતાં હોય છે, જેમાં તેમને ગમે તેવી પરિસ્થિતિમાં સમાધાન કરીને ટ્રાવેલ કરી લે છે જેને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવામાં છોછ નથી લાગતો. જ્યારે ટુરિસ્ટ્સને લક્ઝરીયસ સુવિધાઓ સાથે ટ્રાવેલ કરવું હોય છે, જેમાં તેઓ જગ્યા સાથે લગભગ ઊંડાણમાં જોડાઇ શકતાં નથી.

બોક્સ – સોલો ટ્રાવેલર્સે શું ધ્યાનમાં રાખવું

સોલો ટ્રાવેલ પ્લાન કરતાં પહેલાં જે-તે જગ્યાનું યોગ્ય રિસર્ચ કરી લેવું જરૂરી છે. તેમાં સૌથી પહેલાં જગ્યાનો ક્રાઇમ રેશિયો જાણી લેવી. કયાં કયાં ક્રાઇમ્સ ત્યાં થાય છે તેનાં ન્યૂઝ વાંચી લેવાં. તે જગ્યાએ કુદરતી હોનારતોનો શું ઇતિહાસ છે અને કયા સમયે કઇ હોનારતો થવાની સંભાવના છે તે જાણી લેવું. ત્યાંનાં પબ્લિક ટ્રાન્સપોર્ટ વિશે જાણકારી લેવી જોઇએ. કારણ કે મોટાભાગે પબ્લિક ટ્રાન્સપોર્ટ્સ સેફ હોય છે અને તે સસ્તાં પણ હોય છે.

બોક્સ – ટ્રીપ પ્લાન કરતાં આટલું ધ્યાનમાં રાખો.

લાઇટ વેટ ટ્રાવેલ કરો. બેકપેકથી ટ્રાવેલ કરો. બેગમાં ફ્રુટ્સ, પ્રોટિન બાર અને ડ્રાય ફ્રુટ્સ રાખો કારણ કે ઘણી જગ્યાઓ પર જમવાનું મળતું નથી. પેપર સ્પ્રે રાખવું, કેશ રુપિયા અને ફોનમાં ઇમરજન્સી નંબર્સ રાખવાં. ફોનને સેફ મોડ પર રાખવો, જેથી કોઇપણ કટોકટીનાં સમયમાં પરિવારજનોને કોઇપણ ફોન કરી શકે. ફોનનાં ડીજી લોકરમાં બધાં જ ડોક્યુમેન્ટ્સ સેવ કરીને રાખવાં. આ ઉપરાંત પરિવારજનોમાંથી કે મિત્રમંડળમાંથી કોઇપણ વ્યક્તિને હંમેશા લાઇવ લોકેશન શેર કરીને રાખવું, તેમજ હોટેલ કે કોઇ પ્રાઇવેટ વાહન લીધું હોય તો તેનાં ફોટોઝ પણ પરિવારજનો સાથે શેર કરતાં રહેવું. હોટેલમાં હીડન કેમેરા ચેક કરી લેવાં. અજાણ્યાં લોકો સાથે ડ્રીંક્સ કે ડીનર પર જવાનું ટાળવું.

Tags: TravelTravelDiariestraveling experienceTravelLoveTravelLoversTravelStories

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ
BOLLYWOOD GOSSIP

Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે
BOLLYWOOD GOSSIP

Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
સ્ત્રી 2 OTT રિલીઝ: શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર-કોમેડી હવે પ્રાઈમ વિડીયો પર

સ્ત્રી 2 OTT રિલીઝ: શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર-કોમેડી હવે પ્રાઈમ વિડીયો પર

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.