‘ધૂમ 4’ને લઈને બૉલીવુડમાં એક્સાઇટમેન્ટ લેવલ ટોપ પર છે, અને હવે નવા અહેવાલો અનુસાર, શ્રદ્ધા કપૂરની ફિલ્મમાં એન્ટ્રી થઇ છે. રણબીર કપૂર સાથે તેના રોમાન્સની કેમેસ્ટ્રી ફરી જોવા મળશે, જે અગાઉ “તુ જૂઠી મેં મક્કર”માં જોવા મળી હતી. ફેન્સ તેમની જોડીની હોટનેસ ફરી દેખવા માટે આતુર છે.
અહેવાલો અનુસાર, આદિત્ય ચોપરાએ રણબીર કપૂરને ‘ધૂમ’ ફ્રેન્ચાઇઝીમાં લાવવા માટે ખાસ તૈયારીઓ કરી છે. “ધૂમ 4” માટે રણબીરના કોલાબોરેશનની આ જાહેરાત તેમની ફિલ્મ “એનિમલ”ની સફળતા પછી તરત જ આવી છે, જેને કારણે આ પ્રોજેક્ટ માટે ફેન્સ ભારે ઉત્સાહી છે. ધૂમની એકદમ જુદી છે. ધૂમની દરેક સિરિઝમાં સુપરસ્ટાર્સે જ લીડ રોલમાં કામ કર્યું છે ત્યારે હાલનાં સુપર સ્ટાર કહેવાતા રણબીર આ ફિલ્મમાં જેવા મળશે.
અત્યંત મહત્વપૂર્ણ એ છે કે, આ ફિલ્મ હજુ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે. અને રણબીર-શ્રદ્ધાની આ જોડીને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા તેજ થઈ છે. Reddit પર એક ફોટો વાયરલ થયો છે, જેમાં શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર એકદમ નજીક દેખાઈ રહ્યા છે અને કેપ્શનમાં ‘ધૂમ 4’ લખાયેલું છે.
આ તસવીરે ફેન્સમાં ભારે ઉત્સાહ પેદા કર્યો છે, અને કઈ રીતે “તુ જૂઠી મેં મક્કર” જેવી જ સફળતા “ધૂમ 4” માટે પણ અપેક્ષિત છે એ ચર્ચા શરૂ થઈ ગઈ છે. મેકર્સ તરફથી હજુ કોઈ ઓફિશ્યલ જાહેરાત ન હોવા છતાં, આ વિશેની અપડેટ્સ ફેન્સને વધુ ઉત્સુક બનાવી રહી છે.
આ સાથે જ “ધૂમ 4″નું ટાઈટલ પણ ચર્ચામાં છે, અને એવી શક્યતા છે કે તેનો ટાઈટલ “ધૂમ રીલોડેડ” હોઈ શકે. શૂટિંગની શરૂઆત 2025ના અંતે અથવા 2026ની શરૂઆતમાં થવાની ધારણા છે, અને દર્શકો મોટી સહજતાથી આ ફિલ્મનું ઇન્તજાર કરી રહ્યા છે.





