પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી હવે ન્યૂપેરેન્ટસ લિસ્ટમાં આવી ગયાં છે. બિગ બોસથી શરૂ થયેલા આ કપલે શનિવારે સાંજે એક બાળકીને જન્મ આપ્યો હતો. યુવિકાએ IVF દ્વારા માતૃત્વ સ્વીકાર્યું છે. પ્રિન્સે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ દ્વારા પિતા બનવાના સમાચારની પુષ્ટિ કરી હતી. કપલે હજુ અધિકૃત રીતે આ સમનાચારને પુષ્ટિ આપી નથી પણ પ્રિન્સના પિતા જોગીન્દર નરુલાએ TOIનાં સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું, “અમે ધન્ય અને ખુશ છીએ.”
અગાઉ આ કપલે વર્ષની શરૂઆતમાં જાહેર કર્યું હતું કે તેઓએ પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. પ્રિન્સે કહ્યું હતું કે મને અત્યારે મારી લાગણીઓ કેવી રીતે વ્યક્ત કરવી તે ખબર નથી કારણ કે અમે ખૂબ જ ખુશ અને નર્વસ છીએ તે જ સમયે ભગવાનના આભારી છીએ અને માતાપિતા બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.” તેણે પોતાની કારની બાજુમાં મુકેલી લાલ રમકડાની કાર દર્શાવતી તસવીર પોસ્ટ કરી હતી. આગળની તસવીરમાં તે તેની કારની સામે ઉભો હતો. નરુલાએ આ અગાઉ હિન્દીમાં પોસ્ટ શેર કરી હતી જેમાં જાહેરાત કરી હતી કે બેબી આને વાલા હૈ જલદી.

ઉલ્લેખનીય છે કે પ્રિન્સ અને યુવિકાની સફર સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાયેલ બિગ બોસ 9 ના સેટ પર શરૂ થઈ હતી. પ્રિન્સે તેને હાર્ટ શેપનાં પરાઠા સાથે પ્રપોઝ કર્યું હતું, જેના પર ‘આ વાસ્તવિક છે’ શબ્દ કોતરવામાં આવ્યો હતો. બંનેએ 2018 માં સગાઈ કરી અને તે જ વર્ષે 12 ઓક્ટોબરે મિત્રો, પરિવાર અને ઈન્સ્ટ્રીઝનાં મિત્રોની હાજરીમાં ભવ્ય સમારંભમાં સત્તાવાર રીતે લગ્ન કર્યા હતાં. બંન્ને સેલિબ્રિટી ડાન્સ ‘શો નચ બલિયે’ની નવમી સિઝનમાં ભાગ લેવા ગયા અને અંતે તે જીતી ગયા હતાં.





