કરવાચૌથ દરેક મહિલાઓ માટે પરંપરાથી પણ વધુ પતિ સાથેની લાગણીને વ્યક્ત કરવા માટેનો તહેવાર કહી શકાય છે. આ વ્રતમાં પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખવામાં આવે છે. અત્યાર સુધી જુનવાણી પરંપરાઓમાં ગૃહિણીઓ કરવાચૌથને ખૂબ જ સુંદર રીતે ઉજવતી, પરંતુ હવેનાં સમયમાં વર્કિંગ વુમન માટે આખો દિવસ આ નિર્જળ ઉપવાસ કરવો એક પડકારરૂપ બની શકે છે. જો કે ઘણી વર્કિંગ મહિલાઓ આ કરવાચૌથનાં ઉપવાસને ખૂબ જ ઉત્સાહથી પણ કરતી હોય છે અને તેની સાથે તેના ઓફિસનાં કાર્યોનું પણ સંતુલન જાળવે છે.
વહેલી સવારની સરગીની પ્રથા લગભગ સવારે 4-5 વાગ્યે કરવામાં આવતી હોય છે તેવામાં પ્રોફેશનલ મહિલાને આ બધી જ પ્રથાઓ પૂરી કરીને સવારે 9 વાગ્યે તો ઓફિસ પહોંચી જવાનું હોય છે ત્યારે ઓફિસમાં ઊંઘ આવવાની સાથે ભૂખને પણ સહન કરવાની હોય છે. આ દરમિયાન સતત મિટીંગ્સ, કોલ્સ, પ્રેઝેન્ટેશન્સની મથામણ તો ખરી જ.
પ્રોફેશનલ મહિલાઓ માટે, કરવાચૌથનું વ્રત માત્ર ઉપવાસ રાખવાની રીત નથી, પરંતુ તેમની આત્મિક શક્તિ, પરિવાર માટેની પ્રતિબદ્ધતા અને કાર્ય પ્રતિની વહન કરવી તે આ બધી જ બાબતોનું પ્રદર્શિત કરે છે. આ મહિલાઓ ઓફિસમાં વ્યસ્તતાને ધ્યાનમાં રાખીને, પોતાના માટે એક વ્યવસ્થિત શેડ્યૂલ બનાવે છે, જેમાં તે દરેક કાર્યને સમયસર પૂર્ણ કરી શકે છે.
કરવાચૌથના દિવસે ખાસ પૂજાનો સમય
આ વર્ષે કરવાચૌથના દિવસે પૂજાનું ખાસ મહૂર્ત સવારના 6:25 વાગ્યાથી 8:10 વાગ્યા સુધીનું ગણવામાં આવ્યું છે. આ દરમિયાન સવારની સરગી વહેલી સવારે છેલ્લો તારો દેખાય ત્યાં સુધીમાં ખાઇ લેવી.
પ્રોફેશનલ મહિલાઓ માટે કરવાચૌથનું વ્રત જાળવવા માટેના કેટલાંક ટિપ્સ
કરવાચૌથના ઉપવાસ દરમિયાન કામકાજને સરળ બનાવવા માટે કેટલીક ટિપ્સ છે:
- સમયસર સર્ગી કરો: સવારની સર્ગી ખાવાનાં સમયે પૌષ્ટિક અને તાજું ખાવું – સૂખા મેવાં, ફળ, અને દૂધનું સેવન કરો જેથી લાંબા સમય સુધી ઊર્જા રહે.
- પાણી પીવો: સર્ગીના સમયે પાણી અને તાજા ફળોનો રસ જરૂર પીવો. અતિશય પાણી ન પીવો, પરંતુ શરીરને હાઈડ્રેટ રાખવા માટે હૂંફાળું પાણી પીવો.
- આરામ કરો: દિવસના કામ વચ્ચે થોડો આરામ લો. કામના બ્રેક દરમિયાન, પોતાની ઉર્જા સંતુલિત કરવા માટે થોડીવાર આરામ કરી શકો છો.
- પ્રારંભિક તૈયારી કરો: વ્રતના દિવસે તમારું કામ સવારથી જ પૂરૂં કરવાના પ્રયત્ન કરો. જેથી પછીનો સમય પૂજા માટે ફાળવી શકો.
- પોઝિટિવ માઈન્ડસેટ: કરવાચૌથના દિવસ દરમિયાન તમારા મગજને પોઝિટિવ રાખો. તમારા જીવનસાથી માટેનો આ પ્રેમ અને પરંપરા નિભાવવાનો ઉત્સાહ જ તમને શારિરીક થાકથી દૂર રાખશે.





