હેલ્લારો ફિલ્મથી જાણીતી બનેલી ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી શ્રધ્ધા ડાંગરે ગુરુવારની બપોરે ગ્રીન કોટન સાડીમાં પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો. તેમની આ સાદગીસભર તસવીરે તેમનાં ફેન્સનાં દિલ જીતી લીધાં.

શ્રધ્ધાએ તેમની પોસ્ટમાં હિન્દીમાં લખ્યું કે, બોલ બપોરનાં તાપ, તને શું જવાબ આપું? દિવાલો પૂછે છે કે પડછાયો ક્યાં ગયો!!? આ પોએટિક લાઇન્સની સાથે તેમણે સુંદર પોઝમાં તસવીરો શેર કરી હતી.
ઇન્સટાગ્રામ યુઝર્સે તેમની સાદગીનાં ખૂબ વખાણ કર્યાં. જેમાં એક યુઝરે લખ્યું કે, “તમારી સાદગી જ તમારી પહેલી ઓળખાણ છે. અને સાદગીમાં જ સાચી મજ્જા છે. god blessings you always. ” આ ઉપરાંત કેટલાંય ફેન્સે દિલની ભરમાર કોમેન્ટ્સમાં મૂકી હતી.





