સલમાન ખાનને વાય પ્લસ સુરક્ષા ખર્ચ અપાઇ: એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનને વાય પ્લસ સિક્યોરિટી આપવામાં આવી છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાન બિશ્નોઈ સમાજનું આગલું નિશાન છે. ગઇ કાલે એવો ઘટસ્ફોટ થયો હતો કે અભિનેતાની સુરક્ષામાં એક લેયર વધારો કરવામાં આવ્યો છે. સલમાન ખાનની સુરક્ષા પાછળ સરકાર દર મહિને કેટલા રૂપિયા ખર્ચ કરી રહી છે અને દર વર્ષે કેટલો ખર્ચ કરી રહી છે તેની ગણતરી ચોંકાવનારી છે.
વાય પ્લસ સુરક્ષા એટલે કે લગભગ 25 સુરક્ષાકર્મી સલમાન ખાનની સુરક્ષામાં હશે. લગભગ 2થી 4 એનએસજી કમાન્ડો અને પોલીસ સુરક્ષાકર્મી એટલે કે લગભગ 25 સુરક્ષાકર્મીઓ બે શિફ્ટમાં કામ કરે છે. સુરક્ષા દળો પાસે બેથી ત્રણ વાહનો છે. નિષ્ણાતોના મતે વાય પ્લસ સિક્યોરિટીની કિંમત દર મહિને આશરે 12 લાખ રૂપિયા છે, એટલે કે વાર્ષિક ખર્ચ લગભગ 1.5 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષાના કારણોસર કોઈપણ વાય+ સુરક્ષા ટુકડી સાથે હાજર લોકોની સંખ્યા સ્પષ્ટપણે કહી શકાતી નથી.
જાણકારોનું માનીએ તો સલમાન ખાનની સિક્યોરિટી પર હાલ કરોડો રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. વાય પ્લસ સિક્યોરિટી, મુંબઈ પોલીસના જવાનોની તૈનાતી, સલમાન ખાનના પર્સનલ સિક્યોરિટી ગાર્ડ્સ, સલમાનની સિક્યોરિટી પાછળનો કુલ વાર્ષિક ખર્ચ લગભગ 3 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. જ્યારથી સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી છે અને તેના ઘરે ગોળીબાર કર્યો છે ત્યારથી મુંબઈ પોલીસે તેની સુરક્ષા વધારી દીધી છે. તેના ઘર પાસે સિવિલના કપડામાં મુંબઈ પોલીસના જવાનો પણ હાજર છે.





