સારા અલી ખાન બોલિવૂડની સુંદર અભિનેત્રીઓની યાદીમાં સૌથી મહત્વનું નામ છે. તેણે અત્યાર સુધીમાં ગણતરીની પણ મહત્વની ફિલ્મો કરી છે. તેની ફિલ્મોની પસંદગી હંમેશા અલગ પ્રકારની હોય છે. ભોલેનાથી ભક્ત હોવાનાં વારંવાર પૂરાવા આપતી સારા પ્રેક્ષકોને દરેક પ્રકારની ભૂમિકામાં પસંદ આવે છે.
હાલ સારા પોતાની ફિલ્મ કે અફેરને લઇને ચર્ચામાં નથી પરંતુ તેણે ખરીદેલાં નવા ઘરને લીધે ચર્ચાઇ રહી છે. સારાએ પોતાની માતાની મદદ લઇને મુંબઇમાં કરોડોની બે પ્રોપર્ટી ખરીદી છે. મુંબઇનાં અંધેરી વિસ્તારમાં તેણે આ બંને પ્રોપર્ટીઝ ખરીદી છે.
સારા અલી ખાને તેની માતા અમૃતા સિંહ સાથે મળીને અંધેરી વેસ્ટમાં વીરા દેસાઇ રોડ પર સિગ્નેચર બિલ્ડીંગમાં બે ઓફિસ 22.26 કરોડ રૂપિયામાં ખરીદી છે. તેમણે ખરીદેલી બંને મિલ્કતો માટે તેમણે રૂ.1.33 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી પણ ચૂકવી છે. floortap.com અનુસાર સારાની આ બંને કોમર્શિયલ ઓફિસો 2099 સ્કવેર ફૂટની છે અને દરેક ઓફિસની કિંમત 11.13 કરોડ રૂપિયા છે.
સારાએ આ બંને ઓફિસનાં કરાર 10 ઓક્ટોબર, 2024નાં રોજ કચેરીમાં નોંધાવ્યાં હતાં.





