શનિવાર, જૂન 6, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Sasan Gujarati Movie Release: ગીરનાં જંગલની સફર કરાવતી અને સિંહો વચ્ચે માનવોનાં co-existenceની વાત કરતી ફિલ્મ સાસણનાં કલાકારોએ મિડીયા સાથે મુલાકાત લીધી.

Shraddha Bilwalby Shraddha Bilwal
નવેમ્બર 25, 2024
in DHOLLYWOOD GUPSHUP
Reading Time: 1 min read
Gujarati movie Sasan's star cast met media for promotions in Ahmedabad

ગુજરાતી ફિલ્મ સાસણનાં કલાકારોએ અમદાવાદમાં ફિલ્મનાં પ્રોમોશન માટે મિડીયા સાથે મુલાકાત લીધી.

Sasan Gujarati Movie Release: સાસણ : શિવમ એન્ટરપ્રાઇઝ નિર્મિત ગીરનાં જંગલની સફર કરાવતી અને જંગલનાં પ્રાણીઓ સાથે માનવોનાં co-existenceનાં મેસેજને ખૂબ જ સુંદર રીતે વણી લેતી ગુજરાતી ફિલ્મ “સાસણ” શુક્રવારે થિયેટર્સમાં આવી ગઇ છે. આ દરમિયાન ફિલ્મનાં મુખ્ય કલાકારોએ શનિવારે ફિલ્મનાં પ્રોમોશન માટે અમદાવાદમાં હાજરી આપી હતી. તેમજ રાત્રે આ ફિલ્મનું પ્રિમીયર પણ યોજવામાં આવ્યું હતું. ડિરેક્ટર અશોક ઘોષનાં નિર્દેશન હેઠળ તૈયાર થયેલી આ ફિલ્મમાં સાંસ્કૃતિક વિષયોનું મિશ્રણ કરવામાં આવ્યું છે. સાસણ ફિલ્મને નેસડામાં શૂટ કરવામાં આવી છે, કારણ કે તેની વાર્તા નેસડા ગામનાં કુટુંબની પરંપરાઓ પર આધારિત છે.

આ ફિલ્મ વિશે એવોર્ડ વિનિંગ ફિલ્મ રેવાથી લોકપ્રિય બનેલા ફિલ્મનાં અભિનેતા ચેતન ધાનાણીએ ઇટ્સમજ્જા ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક અંગ્રેજ દ્વારા કરાયેલી પીટીશન કે જેમાં તેનો આરોપ હતો કે ગીરમાં રહેતી કોમ્યુનિટીનાં લોકોને લીધે ગીરનાં સિંહોની સંખ્યા ઓછી થઇ રહી છે. આ સત્યઘટના પર આધારિત આ ફિલ્મની વાર્તા લખવામાં આવી છે, જેમાં દર્શાવાયું છે કે ગીરમાં રહેતાં લોકોને સિંહ અને અન્ય પ્રાણીઓ સાથે કેટલો લગાવ છે. તેમજ મનુષ્યો અને પ્રાણીઓ એક સાથે સરળતાથી રહી શકે છે તે મેસેજને આ ફિલ્મમાં સમાવેશ કરાઇ લેવાયો છે.

આ ઉપરાંત ફિલ્મની અભિનેત્રી અંજલી બારોટે જણાવ્યું કે, આ ફિલ્મમાં મેં ગીરમાં રહેતી સૌરાષ્ટ્રની જંગલની નિડર યુવતીનો રોલ કર્યો છે, જે જંગલમાં જ રહે છે અને સિંહ સામે આવી જાય તો તે તેનાથી જરાય ગભરાતી નથી. મને આ ફિલ્મમાં જંગલમાં શૂટ કરવાની ખૂબ જ મઝા આવી કારણ કે કુદરતનાં સાનિધ્યમાં ઘણી ઓછી વખત શૂટ કરવાનો અનુભવ મળતો હોય છે. આ ઉપરાંત ફિલ્મ માટે શુ તૈયારીઓ કરી તે માટે અંજલીએ જણાવ્યું કે, મેં મારી ભાષાને તૈયાર કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. કારણ કે મારે સૌરાષ્ટ્રનો ગામઠી ટોન લાવવા માટેની ખાસ ટ્રેનિંગ લેવી પડી હતી.

ફિલ્મમાં ચેતન ધાનાણી, અંજલિ બારોટ ઉપરાંત રાગીણી શાહ, મેહુલ બુચ, મૌલિક નાયક, ચિરાગ જાની, રતન રંગવાણી, નિલેશ પરમાર, શ્રીદેવેન તારપરા, અંકિતા સુહાગીયા, જયશ્રી ગોહેલ સોલંકી, જીજ્ઞા ઓઝા, સિયા મિસ્ત્રી, જીનલ પીઠવા, રાહુલ સભા, કૃષ્ણ, પ્રતિક વેકરીયા, સવજી આંબલીયા પણ જોવા મળશે. ફિલ્મમાં જાણીતા અભિનેતા મયુર ચૌહાણનો કેમિયો પણ જોવા મળે છે.

સાસણની વાર્તા ફિલ્મનાં નાયકની આસપાસ ફરે છે, જે ચેતન ધાનાણી દ્વારા ભજવવામાં આવ્યું છે, જે વર્ષો સુધી શહેરમાં રહ્યા પછી તેના પૈતૃક ગામમાં પાછો ફરે છે. ગામ, જે ફિલ્મના હાર્દમાં છે, તે ઊંડા મૂળ ધરાવતા સાંસ્કૃતિક મૂલ્યો અને આધ્યાત્મિક મહત્વના સ્થળનું પ્રતીક છે. ફિલ્મની કહાની ચેતનનાં પરિવારની પરંપરાઓ જાળવવા અને આધુનિક વિશ્વ સાથે અનુકૂલન કરવા વચ્ચેના આંતરિક સંઘર્ષ દર્શાવે છે.

આ ફિલ્મમાં નિર્માતા – ડો.હિતેશ પટેલ, દિગ્દર્શક – અશોક ઘોષ, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર – મુકેશ વસાણી, ક્રિયેટિવ – હાર્દિક ભટ્ટ, લેખક – કિરીટ પટેલ, ડીઓપી ડોપ – પ્રકાશ કુટ્ટી, સંગીત – મેહુલ સુરતી, ગીત – પાર્થ તારપરા, લખુભા સરવૈયા, કાર્તિક ચૌહાણ, રાયશ મણિયાર, ફિલ્મ એડિટર – સંજય જયસ્વાલ, પેનોરમા સ્ટુડિયો દ્વારા વિતરિત, ચીફ બિઝનેસ ઓફિસર- મુરલીધર છટવાણી
મુવી ડિસ્ટ્રિબ્યુશન અને એક્ઝિબિશનના વડા- દર્શન શાહ, મુખ્ય નાણા અધિકારી- રવિન્દ્ર ઓટી એક્શન ડિઝાઇનર – મેહમૂદ. કે.ખાન, એક્શન એસોસિયેટ – શમશેર એમ. ખાન, મૂળ સ્કોર – સુમીત બેલ્લારી, કોરિયોગ્રાફર – મુદસ્સર ખાન, નેનશી પરમાર, ચીચી યુનુસ પોસ્ટ પ્રોડક્શન – Pixelld સ્ટુડિયો, સુપરવાઈઝર – નીતિન જોષી, પ્રોડક્શન હેડ – સંજય ચૌહાણ જોડાયેલ છે.

Tags: Anjali BarotChetan DhananiChirag JanidhollywoodDhollywood UpdateDhollywoodcelebritiesDhollywoodNewsSasan Gujarati Movie

Latest Post

Times when Virat Kohli looked like Anushka Sharma’s biggest fan: એ સમય જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માના સૌથી મોટા ચાહક જેવો દેખાતો હતો
BOLLYWOOD GOSSIP

Times when Virat Kohli looked like Anushka Sharma’s biggest fan: એ સમય જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માના સૌથી મોટા ચાહક જેવો દેખાતો હતો

જૂન 2, 2026
Happy birthday my lady’: Naga Chaitanya wishes Sobhita Dhulipala on her 33rd birthday with adorable unseen pics: હેપી બર્થડે માય લેડી’: નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલાને તેમના 33મા જન્મદિવસ પર સુંદર ન જોયેલા ફોટોગ્રાફ સાથે શુભેચ્છા પાઠવી
BOLLYWOOD GOSSIP

Happy birthday my lady’: Naga Chaitanya wishes Sobhita Dhulipala on her 33rd birthday with adorable unseen pics: હેપી બર્થડે માય લેડી’: નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલાને તેમના 33મા જન્મદિવસ પર સુંદર ન જોયેલા ફોટોગ્રાફ સાથે શુભેચ્છા પાઠવી

જૂન 1, 2026
Ameesha Patel gushes over Shakira, says she looks ‘hotter than 25-year-olds’ at 49: અમીષા પટેલ શકીરાના વખાણ કરતાં કહ્યું કે તે 49 વર્ષની ઉંમરે ’25 વર્ષની ઉંમર કરતાં વધુ હોટ’ લાગે છે
BOLLYWOOD GOSSIP

Ameesha Patel gushes over Shakira, says she looks ‘hotter than 25-year-olds’ at 49: અમીષા પટેલ શકીરાના વખાણ કરતાં કહ્યું કે તે 49 વર્ષની ઉંમરે ’25 વર્ષની ઉંમર કરતાં વધુ હોટ’ લાગે છે

મે 26, 2026
Samuk: Akshay Kumar to headline cinematic survival alien thriller; locks 2027 release: સમુક: અક્ષય કુમાર સિનેમેટિક સર્વાઇવલ એલિયન થ્રિલરનું મુખ્ય પાત્ર બનશે; 2027 માં રિલીઝ થશે
BOLLYWOOD GOSSIP

Samuk: Akshay Kumar to headline cinematic survival alien thriller; locks 2027 release: સમુક: અક્ષય કુમાર સિનેમેટિક સર્વાઇવલ એલિયન થ્રિલરનું મુખ્ય પાત્ર બનશે; 2027 માં રિલીઝ થશે

મે 25, 2026
Next Post
#majaniwedding: વેદિક શાસ્ત્રોનુસાર વર-વધુની પીઠી ભેગી ના હોય પણ અમે ઘરનાં લોકોને મનાવ્યાં: મલ્હાર ઠાકર

#majaniwedding: વેદિક શાસ્ત્રોનુસાર વર-વધુની પીઠી ભેગી ના હોય પણ અમે ઘરનાં લોકોને મનાવ્યાં: મલ્હાર ઠાકર

Archives

  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.