Are you hungry or thirsty?આજકાલ સોશ્યલ મિડિયા પર ટાઈમપાસ કરતી વખતે લંચ કે ડિનર લેવું કોમન થઈ ગયું છે. જો કે આ કારણઁે જરૂર કરતાં વધારે ખવાઈ જાય છે અને બિનજરૂરી ફૂડ અને પાચનને લગતી સમસ્યાઓ પેદા થાય છે. આ બધાની હેલ્થની સંભાળ રાખવા માટે ભોજન ક્યારે કેટલું લેવું તે પણ મહત્વનું બની જાય છે.

માઇન્ડફુલ ઇટિંગને સમજો:
એકાગ્રતા પૂર્વક ખાવું બહુ જરૂરી છે. તેને આજકાલ માઈન્ડફૂલ ઈટિંગ કહેવાય છે જે એક વૈજ્ઞાનિક અભિગમ છે. આ અભિગમ ઈમોશનલ ઈટિંગને એવોઈડ કરવામાં હેલ્પ કરે છે અને ભૂખ લાગી છે કે કેમ તે અંગેના સંકેતોને ઓળખવામાં મદદ કરે છે. આ બધાની સાથે ઈમોશનલ ઈટિંગ એટલે કે જ્યારે તમે ખાવ ત્યારે તે વખતે ફોકસ ખોરાક પર જ હોવું જોઈએ.

તરસ અને ભૂખના તફાવતને સમજો:
તમને જો ખરેખર ભૂખ લાગી હશે તો પેટમાં ગડગડાટ, એનર્જીનો અભાવ કે ચક્કર આવવા જેવી નિશાનીઓ જોવા મળે છે. કેટલીક વખત આપણે તરસ લાગી હોય અને તેને ભૂખ સમજી બેસીએ છીએ.
લંચ કે ડિનરની 30 મીનીટ પહેલાં પાણી લો:
જો તમે લંચ કે ડિનર પહેલાં 30 મીનીટ અગાઉ એખ ગ્લાસ પાણી પીશો તો તેના પોઝિટીવ પરિણામ મળશે. આમ કરવાથી તમને ખરેખર કેટલી ભૂખ લાગી છે તેની ખબર પડશે. આ સમય દરમિયાન તમને વારંવાર તળેલો ખોરાક કે સ્વીટ ખાવાનું મન થાય છે. આ સ્થિતિમાં ભોજન લેતી વખતે શું તમને ખરેખર ભૂખ લાગી છે અથવા તમને તરસ અથવા કોઈ લાગણીને કારણે ખાવાનું મન થાય છે તે જોવાનો અભ્યાસ કરો.
લંચ કે ડિનર વખતે શાંતિથી જમો:
તમે શાંતિથી ખાશો એટલે પાચનક્રિયા સુધરશે. તમારાથી જો વધુ ખવાઈ જતું હશે તો તેનું પ્રમાણ ઓછુ થશે અને તમે ફ્રેશ ફિલ કરશો. આમ કરવાતી ઇમોશનલ ઇટિંગની સાયકલ બ્રેક થશે.





