મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

About self respect:તમે સેલ્ફ રિસ્પેક્ટને લઈને કેટલા અવેર છો? તમારી મેન્ટલ હેલ્થ તમારા વર્ક અને રિલેશનને અસર કરે છે

Web Deskby Web Desk
ડિસેમ્બર 21, 2024
in LIFESTYLE
Reading Time: 1 min read
About self respect:તમે સેલ્ફ રિસ્પેક્ટને લઈને કેટલા અવેર છો? તમારી મેન્ટલ હેલ્થ તમારા વર્ક અને રિલેશનને અસર કરે છે

About self respect:તમે કેટલા સ્વાભિમાની છો કે પછી સેલ્ફ રિસ્પેક્ટને લઈને કેટલા અવેર છો તેના પર તમારા જીવનનો આધાર છે. વર્કપ્લેસ ઉપર કે પછી સંબંધોમાં જ્યારે આપણે આપણી જાતને મહત્ત્વ આપીએ છીએ અને આત્મવિશ્વાસથી ભરપૂર હોઈએ છીએ ત્યારે આપણે કોઈપણ પડકારનો સરળતાથી સામનો કરી શકીએ છીએ.જો કે ક્યારેક આપણી આસપાસના સંજોગો અને નેગેટિવ વિચારસરણીને લીધે, આપણે આપણી જાતને ઓછી આંકવાનું શરૂ કરીએ છીએ. આ ઓછા આત્મસન્માનને લઈને આપણી લાઈફ પર ખરાબ અસર થાય છે. આ સ્થિતીમાં આત્મસન્માન, તેનાં લક્ષણો શું છે? તેને કઈ રીતે વધારી શકાય જેવી બાબતો ઉપર પણ ભાર મુકવાની જરૂર છે.

તમે ઘણી વખત એવું અનુભવ્યું છે કે જ્યારે કોઈ તમારા વખાણ કરે ત્યારે તમે ખુશ થઈ જાઓ છો? તેવી જ રીતે જ્યારે તમે તમારી જાતને સમજો છો અને પછી તમારો આત્મવિશ્વાસ વધે છે. આત્મસન્માનનો અર્થ છે તમારી જાતને રિસ્પેક્ટ આપવું. તેને પ્રેમ કરવો અને તમારી કેપેસિટીમાં વિશ્વાસ કરવો.આપણી જાતને સમજી અને મૂલ્યાંકન કરીને, આપણે જીવનના પડકારોનો વધુ સારી રીતે સામનો કરી શકીએ છીએ. આપણે બધા આપણા વિશે અભિપ્રાય ધરાવીએ છીએ. આ અભિપ્રાયો આપણા જીવન અને અન્ય લોકો સાથેના સંબંધો પર ઊંડી અસર કરે છે.

સેલ્ફ રિસ્પેક્ટ અંગે પ્રકાશ પાડે છે અમદાવાદના સાયકોલોજિસ્ટ બિજલ પંડ્યા

સાયકોલોજિસ્ટ બિજલ પંડ્યાના મતે આત્મસન્માનનું મહત્ત્વ:

આત્મસન્માન માનસિક સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યાવસાયિક વૃદ્ધિ પર ઊંડી અસર કરે છે. નબળાં આત્મસન્માનને કારણે, લોકો નિષ્ફળતાઓ પર વધુ ધ્યાન આપે છે અને તેમની નાની સફળતાઓને અવગણે છે. તેનાથી ડિપ્રેશન અને ચિંતાની સમસ્યા થઈ શકે છે. જ્યારે સ્વસ્થ આત્મસન્માન માનસિક સ્વાસ્થ્ય સુધારે છે. તમે ઓછો તણાવ અનુભવો છો. કોઈની સાથે વાત કરવા અને તેમની મદદ લેવા માટે આરામદાયક અનુભવો છો. ઓછું આત્મસન્માન રાખવાથી તમે સમાજથી અલગ પડી શકો છો, જ્યારે વધુ સારું આત્મસન્માન રાખવાથી તમે ખુલ્લેઆમ વાતચીત કરી શકો છો અને મજબૂત રિલેશન બનાવી શકો છો.

આ રીતે તમે આત્મસન્માન વધારી શકો છો:

આપણા બધાની અંદર એક અવાજ હોય છે. જો આપણે આપણી જાતને કહીએ કે, ‘હું કશું કરી શકતો નથી’ અથવા ‘મારા મિત્રો મને છોડી દેશે’ તો આપણું આત્મસન્માન ઓછું થવા લાગે છે. નેગેટિવ વિચારોને હકારાત્મક વિચારોમાં બદલવાથી આત્મસન્માન વધારવામાં હેલ્પ મળે છે.

તમે તમારી સાથે હકારાત્મક રીતે વાત કરો:

જો તમે તમારી જાતને કહો, “હું કંઈ કરી શકતો નથી.” તેથી તમે તમારી પોતાની રીતે અવરોધો મૂકી રહ્યા છો. તમે તમારી જાતને જેટલી ઓછી આંકશો તેટલા આગળ વધવા માટે તમારે વધુ તકલીફોનો સામનો કરવો પડશે. આવી સ્થિતિમાં હું આ કરી શકું છું તેમ કહો. આ રીતે તમે તમારી પોતાની શક્તિઓને પણ ઓળખો.

લર્નિંગ એપ્રોચ રાખો:
તમે જે કામ કરો છો તેમાં બધુ જ પરફેક્ટ હોય તેવું નથી. તેને બદલે તમે શીખતા રહો. નવા સ્કિલ શીખો. આની સાથે સાથે તમે નાના નાના લક્ષ્ય નક્કી કરો. તમારી જાત સાથે ​​​​​​​મોટી અપેક્ષાઓ રાખવાને બદલે નાના અને સરળ લક્ષ્યો નક્કી કરો. દરેક નાના ધ્યેયની સફળતા તમને આત્મવિશ્વાસ અને ઉર્જા આપશે. આ સાથે મોટા લક્ષ્ય તરફ આગળ વધો.

તમે સ્વયં તમારી પોતાની કેર કરો:
તમારે પોતાની ખાસ કેર કરવાની છે. ​​​​​​​જો તમે તમારી જાતને ઈમ્પોર્ટન્ટ માનો છો તો તમારા હેલ્થનું ધ્યાન રાખો. હેલ્ધી ફૂડ અને પ્રોપર ઉંઘ જરૂરી છે. જે તમારી માનસિક શાંતિ અને પછી તમારા સેલ્ફ રિસ્પેક્ટમાં પણ વધારો કરે છે. આ સાથે દરરોજ એક કલાક મેડિટેશન અને એક્સસાઈઝ કરો.

પોઝિટીવ લોકોને જ ફ્રેન્ડસ બનાવો:
​​​​​​​તમારી આસપાસ એવા લોકો હોય જે તમને સમજે. જે લોકો તમને સમજે છે અને પ્રશંસા કરે છે તેમની સાથે સમય પસાર કરો. આમ કરવાથી તમારી લાઈફ પર પોઝિટીવ અસર પડશે. તમે નેગેટિવ વિચારોથી હેરાન થાવ છો તો કોઈની હેલ્પ લેવાનું ભૂલશો નહીં.

Tags: Dhollywood UpdateFitness and WellnessFitnessLifestyleFitnessLove

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ
BOLLYWOOD GOSSIP

Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે
BOLLYWOOD GOSSIP

Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
What does the tarot card say about this week?: મેષ રાશિના જાતકો માટે નાણાકીય રીતે આ વિક સારૂ રહેશે, બાકીની રાશિના લોકો માટે કેવું જશે આ વિક તે જાણીએ

What does the tarot card say about this week?: મેષ રાશિના જાતકો માટે નાણાકીય રીતે આ વિક સારૂ રહેશે, બાકીની રાશિના લોકો માટે કેવું જશે આ વિક તે જાણીએ

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.