Sonakshi Sinha’s Vacation: સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલમાંનાં એક છે. બંને 23 જૂન 2024ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન બાદ બંને અલગ-અલગ દેશોની યાત્રા કરતા જોવા મળી રહ્યાં છે. લગ્ન બાદ બંને યુરોપ ટૂર પર જોવા મળ્યા હતા. ત્યાર બાદ ઈજિપ્તના તેમના ફોટા પણ સામે આવ્યા હતા. તેમની વિદેશ યાત્રાઓના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ઝહીર અને સોનાક્ષીની મસ્તીઓ આ ફોટોઝ અને વિડીયોઝમાં જોવા મળી હતી. હવે, તેઓના આ નવા વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વીડિયોમાં તેઓ ઓસ્ટ્રેલિયામાં એન્જોય કરતાં જોઇ શકાય છે. બંને સાથે આ વાયરલ વિડીયોમાં શું થયું તે ચાલો જાણીએ.
સોનાક્ષી અને ઝહીર હાલ વેકેશન એન્જોય કરી રહ્યાં છે. હવે તે ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં એન્જોય કરી રહ્યાં છે. આ વખતે તેમણે પોતાના રૂમમાંથી એક વીડિયો શેર કર્યો છે,જેમાં તેઓ કાચના ઘરમાં જોવા મળે છે. બંને પથારીમાં છે અને તેમની સામે એક સિંહ ઉભો છે અને તે જોરથી ગર્જના કરે છે.
જે રૂમમાં સોનાક્ષી અને ઝહીર છે. તેની બારીની બહાર ઉભો રહીને સિંહ દરવાજો તોડતા પણ જોઇ શકાય છે. સોનાક્ષીએ આ ઘટનાને પોતાના ફોનમાં કેદ કરી લીધી છે. સોનાક્ષીએ આ વીડિયો શેર કરતા લખ્યું, “મારું આજનું એલાર્મ”. આ દરમિયાન થોડા દિવસ પહેલા તેણે કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. તેમાં બંને સ્કૂબા ડાઇવિંગની મજા માણતા જોઇ શકાયા હતા. તેઓએ ક્વીન્સ આઇલેન્ડ પર ક્રિસમસની ઉજવણી પણ કરી હતી. તેમણે બાઇકિંગ અને પેડલ બોર્ડિંગ પણ કર્યું છે. બંજી જમ્પિંગની પણ તેમને મજા આવતી હતી.
દરમિયાન, સોનાક્ષી અને ઝહીરે સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ વર્ષે 23 જૂને મુંબઈમાં લગ્ન કર્યાં હતાં. ઝહીર અને સોનાક્ષીએ સાથે કામ કર્યું છે. બંને છેલ્લે ‘ડબલ એક્સએલ’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં હુમા કુરૈશી પણ મહત્વની ભૂમિકામાં હતી. બંને સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. તેઓ સોશિયલ મીડિયા પર તેમના ઘણા ફની વીડિયો શેર કરી રહ્યા છે અને ચાહકો પણ તેમના વીડિયોને સારો પ્રતિસાદ આપે છે.





