મોટાભાગનાં ફ્લેટ્સમાં ગાર્ડન કઇ રીતે તૈયાર કરવો તે મોટો પ્રશ્ન હોય છે, ત્યારે ઇટ્સમજ્જા ગુજરાતી વેજીટેબલ હોમ ગાર્ડનિંગ કઇ રીતે કરી શકાય તે વિશે વાત કરશે.
ગુજરાત દિવસેને દિવસે સિમેન્ટનું જંગલ બની રહ્યું છે અને લોકોનું જીવન એકદમ ઝડપી બની ગયું છે ત્યારે આપણે બધાંય કુદરતી હરિયાળીથી ઘણાં દૂર થયાં છે. ત્યારે ઘરનાં બગીચામાં ઘરનાં જ એક ખૂણામાં હરિયાળી ઊભી કરવાની પરંપરા ઝડપથી લોકોમાં લોકપ્રિય થઇ રહી છે. હોમ ગાર્ડન ઘરનો દેખાવ ન માત્ર સુંદર કરે છે, પણ તે આરોગ્ય અને માનસિક શાંતિનો ઉત્તમ સ્ત્રોત છે. ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યમાં, જ્યાં તાપમાન અને આબોહવા અનુકૂળ છે, તેવામાં હોમ ગાર્ડનનાં વિકલ્પને અપનાવીને સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકાય છે. આ ઉપરાંત તમારા હોમ ગાર્ડનમાં ઉગતાં શાકભાજીથી સ્વાદિષ્ઠ રસોઇ પણ બનાવી શકાય છે. હોમ ગાર્ડન ખરેખર તો નાનામાં નાની જગ્યામાં પણ કુદરતી અને દેશી અનાજનો લુફ્ત ઉઠાવવાનો આનંદ પણ છે.
તમારા નાના ફ્લેટમાં તમે તમારી નાની બાલ્કનીમાં હેંગિગ પ્લાન્ટ સ્ટેન્ડ લગાવીને તેમાં નાના કૂંડામાં તમે લસણ, ધણાં અને આદુ ઉગાજી શકો છો. આ ઉપરાંત મોટા કૂંડાને રસોડાનાં વોશિંગ એરીયામાં ફીટ કરીને તેમાં કઢી પત્તાનો પ્લાન્ટ ઉગાડી શકો છો, જ્યાં તેને બહારનું સૂર્યનો પ્રકાશ પણ આસાનીથી મળી શકે. આ ઉપરાંત વર્ટિકલ ગાર્ડનિંગ અને ટેરેસ ગાર્ડનનો કોન્સેપ્ટ પણ અપનાવી શકાય છે, જ્યાં ઘરની બાલ્કનીમાં એક દિવાલ પર નાના કૂંડાઓને ઊભી લાઇનમાં સ્ટેન્ડ પર લટકાવીને તેમાં જુદા-જુદા નાના શાકભાજી લગાવી શકાય છે.
ફ્લેટમાં ઉગાડી શકાય તેવા છોડ:
- તુલસી – તુલસીની ઔષધિય ગુણોથી ભરપૂર છે અને તે ખોરાકમાં પણ ઉપયોગી છે.
- પુદીનાં – ઓછું પાણી અને ઓછી કાળજીમાં ઉગે છે. તેના પાનનો ઉપયોગ ચા અને ખાદ્યમાં કરી શકાય છે.
- એલોવેરા – ઓછી જગ્યા અને ઓછી કાળજીમાં ઉગાડી શકાય છે. ત્વચા અને વાળની કાળજી માટે ઉપયોગી.
- કઢીપત્તા – રોજિંદા રસોઈમાં ઉપયોગી, ઓછી પાણીની જરૂરિયાત ધરાવતો છોડ.
- માઇક્રોગ્રીન્સ – વિવિધ ભાજીનો મિક્સચર, જે નાના પોટ્સમાં ઉગાડી શકાય છે.
- મરી અને લીલા મરચાં – નાના પોટ્સમાં સરળતાથી ઉગે છે અને નાના ફળ પણ આપે છે.
- સૂરજમુખી – જો તમારે ફૂલોથી ઘરને શોભાવવું હોય તો આ આદર્શ છે.
- આદુ અને લસણ – નાની જગ્યામાં ટ્યૂબર પાક જેવા આદુ અને લસણ પણ ઉગાડી શકાય છે.
- માટીનો મસાલો – સૂકો ધરતી વનસ્પતિ છે જે ઓછી કાળજીમાં ખડક જેવી માટીમાં પણ ઉગે છે.





