આજના સમયમાં જ્યાં પ્રેમ સંબંધો ડેટિંગ એપ્સ અને સોશિયલ મિડીયાનાં માધ્યમોથી બને છે ત્યારે સંબંધોનો સ્વભાવ પણ બદલાઇ ગયો છે. ટેકનોલોજી અને સોશિયલ મિડિયાના વધતા ઉપયોગનો કારણે, સંચારના માધ્યમો સરળ અને ઝડપી બન્યા છે. લોકો એકબીજા સાથે મોબાઇલની એપ પર એક ક્લિકની માત્ર દૂરી પર રહેવા લાગ્યાં છે. જેથી અગાઉની જેમ પ્રેમીઓને બીજે દિવસે કોલેજમાં મળીએ તેની કે પછી 1 રૂપિયાનાં લાલ ફોનનાં ડબ્બાથી લેન્ડલાઇન પર ફોન કરવા સુધીની રાહ જોવી પડતી નથી. જો કે તે સાથે કેટલીય અનેક બીજી સમસ્યાઓ પણ ઊભી થઇ છે. ‘પ્રેમના ડિજીટલ યુગ’માં યુગલો પાસે પ્રેમીઓનાં વિકલ્પો પણ ખાલી એક સ્વાઇપ લેફ્ટ અને એક સ્વાઇપ રાઇટથી નક્કી થવા લાગ્યાં છે. એક વ્યક્તિને વ્યક્તિની રીતે નહીં પણ વસ્તુની રીતે લેવામાં આવે છે. આમ પ્રેમની લાગણીમાં ચાલાકીએ જગ્યા લઇ લીધી છે.
ઓનલાઈન ડેટિંગમાં ટેક્નોલોજીનો ઉપયોગ
ડિજીટલ યુગમાં ઓનલાઈન ડેટિંગ. Tinder, Bumble, Hinge જેવી એપ્લિકેશન્સ દ્વારા લોકોને નવા લોકો સાથે મળવા અને વાતચીત કરવાનો અનોખો રસ્તો મળ્યો છે. જોકે, આ ડેટિંગ એપ્સની મદદથી લોકો વહેલા પાત્રો સાથે જોડાઈ જાય છે, પરંતુ એમાં ઘણીવાર ગહન અને લાંબા સમય સુધી સંબંધ ટકાવી રાખવાનું તત્વ ગૂમ થઈ જાય છે.
કહેવાય છે કે ટેક્નોલોજીએ ક્યારેક વિશ્વના બે છેડાંના લોકોને પણ નજીક લાવ્યા છે, પણ તે જ સમયે, ડિજીટલ પ્લેટફોર્મની જેમ જ સંબંધો ક્યારેક પરિપક્વતાના અભાવને કારણે તૂટતા પણ હોય છે. “સ્વાઇપ કલ્ચર” એ સંબંધોની શરૂઆત તત્કાલ છે, પરંતુ અઠવાડિયામાં ક્યારેક તે કોઈને યાદ પણ નથી રહેતું.
સતત જોડાણ અને તેનો સંબંધી પર પ્રભાવ
તમામ પ્રકારની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે Instagram, Facebook, Snapchat વગેરેના સતત વધતા ઉપયોગને કારણે આપણા સંબંધોમાં નવા પડકારો ઉભા થયા છે. લગાતાર મેસેજિંગ અને રાઉન્ડ ધ ક્લોક કનેક્ટિવિટીથી ક્યારેક લોકોને પોતાના માટે પણ સમય મળતો નથી. આ સતત ફોન પર કે સોશિયલ મિડીયાથી કનેક્ટ રહેવાથી ઘણીવાર સંબંધ વ્યક્તિગત પ્રેશર જેમ લાગવા લાગે છે અને તેની મૌલિકતા ઓછી થઇ જાય છે.
આધુનિક સંબંધોમાં હેલ્ધી બાઉન્ડરીઝ જરૂરી
ડિજીટલ યુગમાં, સંબંધોમાં હેલ્ધી બાઉન્ડરીઝ (મર્યાદાઓ) મહત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિને પોતાના માટે સ્પેસ અને સમય જોઈએ છે. સતત ડિજીટલ કનેક્ટિવિટીને કારણે ક્યારેક વ્યક્તિ પોતાની જાતને ભૂલી બેસે છે, અને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી બેસે છે. આથી, “ટાઈમ-ઓફ” અથવા ડિજિટલ ડિટોક્સ જેવી ટેક્નિક્સથી સંબંધમાં નવી તાજગી લાવી શકાય છે.
ડિજીટલ દુનિયામાં સમજૂતી અને વિશ્વાસ
ટેક્નોલોજી અને સોશિયલ મિડિયાની સહાયથી દુનિયા નિકટ થઈ છે, પણ સંબંધો માટે વિશ્વાસ ખૂટી ગયો છે. એક વ્યક્તિ હંમેશા એમ જ વિચાર્યા કરે કે મારી ગર્લફ્રેન્ડ બીજી ટેબ પર બીજા કોઇ સાથે વાત કરતી હશે તો, કે પછી મારો બોયફ્રેન્ડ ઇન્સ્ટા પર બીજી યુવતીઓની રીલ્સ જોતો હશે જેવી ઇનસિક્યોરિટીઝ યંગસ્ટર્સનાં મગજમાં ફરી વળી છે. અને સંબંધમાં સમજૂતી અત્યંત મહત્વપૂર્ણ છે. ઓવરશેરિંગ અને અનાવશ્યક ફરિયાદો મોટાભાગના સંબંધો તોડી શકે છે, ખાસ કરીને જ્યારે એકબીજાની સ્પેસ અને પસંદગીનો આદર ન કરવામાં આવે.
તમારા પ્રેમ સંબંધને વધુ સુંદર બનાવવાની કેટલીક ટિપ્સ
- મર્યાદાઓને જાણવું (Setting Boundaries):
સંબંધમાં ટકાવારી સાથે અસ્તિત્વ જાળવવા માટે ડિજિટલ ડિટોક્સ લેવું અથવા ટાઈમ-ઓફ રાખવી સારી પદ્ધતિ છે. વ્યકિતગત જીવન અને સંબંધો વચ્ચે સંતુલન રાખવું જરૂરી છે. - પ્રામાણિક સંચાર (Authentic Communication):
સંબંધમાં દુરી અથવા ખોટી સમજૂતીને ટાળવા માટે, મેસેજ કરતા વધુ મોકળાં વાતચીત અથવા પર્સનલી મળવાનું પસંદ કરવું, જે વધુ સ્પષ્ટ અને આદરપૂર્ણ સંચાર પ્રેમ અને વિશ્વાસ વધારી શકે છે. - ડિજિટલ બ્રેક લેવી:
વારંવાર સોશિયલ મીડિયા પર પોતાના સંબંધોને શો-ઓફ કરતાં રહેવું સંબંધોમાં સ્પેસનો અભાવ પેદા કરી શકે છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ પરથી સમયસર બ્રેક લેઇને રસપ્રદ પ્રવૃત્તિઓ કે ક્વોલિટી ટાઈમ વિતાવવો ખૂબ જરૂરી છે.





