‘સ્ત્રી 2: સરકટે કા આતંક’ ફિલ્મે બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયા કમાવ્યા પછી, હવે આ બ્લોકબસ્ટર હોરર-કોમેડી એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ અમર કૌશિક દ્વારા દિગ્દર્શિત છે અને મેડોક ફિલ્મ્સ તથા જિઓ સ્ટૂડિયોઝના બેનર હેઠળ દિનેશ વિજાન અને જ્યોતિ દેશપાંડે દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનરજી અને અપારશક્તિ ખુરાના મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મની પટકથા નિરેન ભટ્ટે લખી છે, જેઓ પોપ્યુલર લેખક બની ચૂક્યાં છે.
ફિલ્મની વાર્તા: ‘સ્ત્રી 2: સરકટે કા આતંક’ની વાર્તા ચંદેરી ગામમાં બનતી ઘટનાઓ પર આધારિત છે, જ્યાં સ્ત્રીના ગાયબ થવાના વર્ષો બાદ એક નવા ભૂત “સરકટા”નો ખતરો ઊભો થાય છે. આ ભૂત માત્ર મોર્ડન મહિલાઓનું અપહરણ કરે છે અને પોતાના બદલો લેવા નીકળે છે. ફિલ્મની વાર્તા પુરુષપ્રધાન માનસિકતાને હળવેકથી પ્રદર્શિત કરે છે જેમાં મહિલાઓની આઝાદીથી પરેશાન ભૂત સરકટા મહિલાઓને ઊઠાવીને બંદી બનાવીને સિક્રેટ મહેલમાં રાખી દે છે. આ અનોખી વાર્તામાં પહેલીવાર કોઇ લેખકે આ પ્રકારનાં મુદ્દાને જુદા પ્રકારનાં જોનરમાં લખી છે. જેથી તે બધાથી અલગ તરી આવી છે અને લોકોમાં ખૂબ જ પ્રખ્યાત થઇ છે. ચંદેરીને બચાવવા માટે વિક્કી, બિટ્ટૂ, રુદ્ર અને જાના એક થઈને આ ભૂતનો બહાદુરીથી સામનો કરે છે.
સ્ટ્રી 2નો અનોખો અનુભવ: હોરર-કોમેડી જોનરમાં તૈયાર કરવામાં આવેલી આ ફિલ્મ તેના મજબૂત કથાનક, હાસ્ય અને ડરાવનાથી ભરપૂર પલોથી દર્શકોને મંત્રમુગ્ધ કરે છે. પ્રાઈમ વિડીયોના કન્ટેન્ટ લાઇસન્સિંગ ડિરેક્ટર મનીષ મેનઘાણી કહે છે કે, “આ ફિલ્મ અમારા OTT પ્લેટફોર્મ પર દર્શકો માટે એક વિશિષ્ટ અનુભવ લાવ્યા છે.”
પ્રોડ્યુસરના વિચારો: દિનેશ વિજાને સ્ત્રી 2ને ખુબ વિશેષ માન્યો છે અને જણાવ્યું કે, આ ફિલ્મ દર્શાવતી છે કે મજબૂત પાત્રો અને સારી કથા ફિલ્મને સફળ બનાવી શકે છે.
ઓટીટી પર આરામથી બેસીને આ વિકેન્ડમાં સ્ત્રી-2ને માણી શકાશે.





