હંસિકા મોટવાણીએ તાજેતરમાં જ પોતાનાં નવા ઘરમાં પતિ સાથે ગ્રહ પ્રવેશની પૂજા કરી છે. તેણે ગયા વર્ષે 4 ડિસેમ્બરના રોજ સોહેલ ખતુરિયા સાથે લગ્ન કર્યા હતા. એક સુંદર વૈવાહિક જીવનનો આનંદ માણ્યા બાદ, હન્સિકા હવે નવી શરૂઆત કરવા જઇ રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર હંસિકાએ પોતાનાં ગ્રહ પ્રવેશની પૂજાનાં ફોટોઝ પોતાનાં ફેન્સની સાથે શેર કરીને તેમને તેની ખુશીનાં ભાગીદાર બનાવ્યાં હતાં. હંસિકા અને તેમનાં પતિ આ ફોટોઝમાં અત્યંત ખુશ જણાયાં હતાં.

કોઇ મિલ ગયા ફિલ્મથી પ્રચલિત થયેલી હંસિકા મોટવાણીએ ઇન્સ્ટાગ્રામ કેપ્શનમાં “નવી શરૂઆત” લખ્યું હતું. તસવીરોમાં તેનાં પતિ સોહેલ તેની બાજુમાં બેસીને પૂજા કરતાં જોવા મળ્યાં હતાં. હંસિકાએ મરાઠી સ્ટાઇલ લીલી સાડી પહેલી હતી અને લાલ બ્લાઉઝનું કોમ્બિનેશન સ્ટાઇલ કર્યું હતું. આ સાથે માથામાં અંબોડાની સાથે ગજરો લગાવીને સિમ્પલ મેકઅપ કર્યો હતો.
હંસિકા મોટવાણીએ અગાઉ તેના લગ્ન વિશે નકારાત્મક પ્રતિક્રિયાઓ મિડીયા સામે આવી હતી. મિડીયામાં અગાઉ અહેવાલો આવ્યા હતા કે હંસિકાએ સોહેલનાં પહેલા લગ્ન તોડાવીને પોતાના લગ્ન કર્યાં જેથી લોકોની નફરતનો સામનો હંસિકાએ કરવો પડ્યો હતો. આ અંગે હંસિકાએ કહ્યું હતું કે હું ખુશીથી લગ્ન કરી રહી છું અને ખુશ છું. બાકી આજે જે ન્યૂઝ આઇટમ બન્યું છે તે કાલ માટે કચરો છે.
હંસિકાએ વધુમાં કહ્યું કે, “લોકો જ્યારે જ્યારે સવાલ પુછે છે ત્યારે હું વારંવાર લોકોને કહું છું કે મેં મારી જિંદગીમાં ખૂબ મહેનત કરી છે અને હું મિડીયાનો એક મહત્વનો ભાગ બની છું. લોકો મિડીયામાં મારા વિશે લખી રહ્યાં છે કારણ કે હું મહત્વની વ્યક્તિ છું અને મને મહત્વપૂર્ણ બનવું ગમે છે.”
અગાઉ, સોહેલ ખતુરિયાએ પણ આ અફવાઓને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તેમના પ્રથમ લગ્ન વિશે ભૂલથી અહેવાલો સામે આવ્યા હતા અને લોકો કહેવા લાગ્યા હતા કે હંસિકા લગ્ન તૂટવાનું કારણ બની છે, પરંતુ તે વાતમાં સત્ય નથી.





