શનિવાર, જૂન 6, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

ગમતાં કામ પાસેથી ક્યારેય મેં કોઇ અપેક્ષા ન્હોતી રાખી – કૌશિક ઘેલાણી

Shraddha Bilwalby Shraddha Bilwal
સપ્ટેમ્બર 5, 2024
in LIFESTYLE
Reading Time: 1 min read
ગમતાં કામ પાસેથી ક્યારેય મેં કોઇ અપેક્ષા ન્હોતી રાખી – કૌશિક ઘેલાણી

ઘણાં લોકોનો શોખ અને પેશન જ્યારે પ્રોફેશન બની જાય ત્યારે આપણે તેમને લકી કહેતાં હોઇએ છીએ, કારણ કે એવું નસીબ બધાનું નથી હોતું. ઘણાં લોકો નોકરી તો કરે છે પણ કામ તેમનું મનગમતું નથી હોતું. ત્યારે પોતાનાં પેશન વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીને પોતાનું પ્રોફેશન બનાવી, હાલ ગુજરાત ગર્વમેન્ટ માટે જંગલ વિભાગની ફિલ્મોમાં કાર્યરત થયેલાં કૌશિક ઘેલાણી વાઇલ્ડ લાઇફ ફિલ્મ મેકર છે. ભારતનાં મોટાભાગનાં બધાં જ જંગલોમાં રહીને ત્યાં જંગલ માટેની સરકારની શું કામગીરીઓ થાય છે, અને જંગલી પ્રાણીઓનાં જીવન વિશેની અનોખી ફિલ્મો કૌશિક બનાવે છે. આ ફિલ્મો સરકારનાં જુદા-જુદા પ્લેટફોર્મ્સ પર જોવા મળે છે.

અગાઉ પોતે એડવર્ટાઇઝિંગ એજન્સીમાં કોન્ટેન્ટ રાઇટર તરીકે કામ કરતાં હતાં ત્યાર પછી ફોટોગ્રાફીમાં રસ હોવાથી તેમણે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં વધુ કામ કરવાનું શરૂ કર્યું હતું અને મેગેઝિન્સ, એડ એજન્સીમાં આ ફોટોગ્રાફ્સ આપવાનું શરૂ કર્યું હતું. કૌશિક તેમનાં ફોટોગ્રાફીનાં શોખમાંથી ફિલ્મ તરફની સફર વિશેની ઇટ્સ મજ્જા સાથેની તેમની વાતચીતમાં તેમણે કહ્યું કે મને ક્યારેય ફોટોગ્રાફીમાંથી પૈસા કમાવવાની ઇચ્છા ન્હોતી. હું તો મને ગમતું કામ નિસ્વાર્થ ભાવથી કરતો હતો. પણ આ ફોટોઝ હું એડ એજન્સીઝ અને મેગેઝિન્સમાં આપતો, તેમાથી જે પૈસા આવતાં તેને હું ટ્રાવેલિંગમાં લગાવતો અને નવા ફોટોઝ લેતો. પછી થોડો સમય ટ્રાવેલ પ્લાન પણ કરતો. પણ આ બધું હું શોખથી જ કરતો. જો સારા કોન્સેપ્ટ્સ હોય તો સરકાર ચાન્સ આપતી જ હોય છે, જે મારા ધ્યાનમાં આવ્યું અને

પછી ટુરિઝમ બોર્ડ મારા ક્લાયન્ટ્સ બન્યાં. જો કે સરકારની ફિલ્મ ડિવિઝનમાં એક ઇમ્પેનલમેન્ટ મેથડ હોય છે, જેનાં ક્રાયટેરિયા તમારે પાસ કરવાનાં હોય છે, જે પ્રાસેસ એકાદ વર્ષની રહી અને ધીમે-ધીમે વાઇલ્ડ લાઇફ ફિલ્મ્સ સરકાર માટે બનાવવાની સફર ચાલું થઇ.

પોતાને ગમતું કામ કરવા મળે છે તે માટે કેવું ફિલ થાય છે, તેમ પૂછતાં તેમણે કહ્યું કે, ગમતું કામ કરવા મળે ત્યારે આનંદ જ હોય. ગમતું કામ કરવા મળે ત્યારે તેમાંથી અપેક્ષા ના હોય, મને એમ હતું કે કંઇ મળે તો પણ ઠીક અને ન મળે તો પણ ઠીક. પણ ધીમે ધીમે મારા કામથી મારી ઓળખ બનતી ગઇ.

બોક્સ – જંગલમાંથી શીખેલાં લાઇફ લેસન્સ

જંગલી પ્રાણીઓમાંથી એકતા અને એકબીજાની મદદ કરવાનો ભાવ શીખવા જેવો છે. જેમકે સાબરને કુદરતી રીતે જ ઓછું દેખાય છે, પણ તેને સૂંઘવાની ગજબ શક્તિ હોય છે. જેથી જ્યારે જંગલમાં જેવો ખતરો લાગે કે તરત જ તે વાંદરાને તે ખતરા વિશે જણાવે અને વાંદરો સીધો ઝાડ પર ચઢી જાય અને એવા અવાજો કરે કે બીજા પ્રાણીઓને આ ખતરાની જાણ કરે. આમ જંગલમાં હાથી, વાંદરા, સાબર, હરણ, સસલાં વેગેરે ભલે અલગ-અલગ પરિવારોનાં છે, છતાંય એકબીજાને આગળ વધારવામાં જ પ્રયત્નો કરે છે. જંગલનું તળાવ બધાં જ પ્રાણીઓ શેર કરે પણ તે છતાંય બધાં જ ખુશ રહેતાં હોય છે.

આમ આ પ્રાણીઓ પાસેથી બીજી એકવાત શીખવા જેવી એ છે કે તેઓ હંમેશા વર્તમાનમાં જ જીવે છે. આજે કોઇ પક્ષીનો શિકાર થઇ ગયો તો તેઓ બીજા દિવસે જંગલની ક્રિયાઓમાં ઢળી જાય છે અને ભૂતકાળમાંથી આગળ વધી જાય છે.

બોક્સ – કેમેરા કે ઇક્વિપમેન્ટ્સ ઇન્વેન્સ્ટમેન્ટ નથી.

જ્યારે મેં મારા ખર્ચાથી શૂટ કરવાનું શરૂ કર્યું ત્યારે મારી પાસે કેમેરા હતો, પણ તો પણ હું તેને ઇન્વેસ્ટમેન્ટ નથી માનતો. વિચાર અને દ્રષ્ટિ બંનેની સાથે મેં કામ શરુ કરેલું. ઘણી વાર તમારી વાર્તા જ લોકોનાં હ્રદયને સ્પર્શી જાય છે, બાકી કેમેરા અને ઇક્વિપમેન્ટ્સ તો તમે ભાડેથી પણ લઇ શકો છો. જેથી સૌથી પહેલાં તો વિચાર અને વાર્તા જ તમારી પાસે હોવી જોઇએ.

બોક્સ – સૌથી બેસ્ટ જંગલનો અનુભવ

મારા જંગલનાં અનુભવોમાં બધાં જ અનુભવો ખાસ છે. પણ તેમાંથી સૌથી ખાસ તમારી સાથે શેર કરું તો, હું જ્યારે જીમ કોરબેટનાં જંગલોમાં ગયો હતો ત્યારે એક વાઘણ તેનાં બચ્ચાઓને બચ્ચાઓને મોક ફાઇટ શીખવાડી રહી હતી. જેમાં એક સાથે ત્રણ વાઘનાં બચ્ચાંઓ અને તેમની માતા જોવા મળી હતી. જેમાં એક સાથે ત્રણેય વાઘનાં બચ્ચા નદી કિનારે આવેલાં ઘાસમાંથી ઉછળીને બહાર આવ્યાં અને પાણીમાં પછડાયા હતાં. તેઓ અંદર-અંદર ફાઇટ કરી રહ્યાં હતાં અને આ ફાઇટ એકબીજાને હરાવી દેવા સુધીની ચાલી હતી, જે દ્રશ્ય ફરી કદાચ ક્યારેય જોવા નહીં મળે.

Tags: Jungle Life Capturedtraveling experienceWildlife FilmmakerWildlife Photography

Latest Post

Times when Virat Kohli looked like Anushka Sharma’s biggest fan: એ સમય જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માના સૌથી મોટા ચાહક જેવો દેખાતો હતો
BOLLYWOOD GOSSIP

Times when Virat Kohli looked like Anushka Sharma’s biggest fan: એ સમય જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માના સૌથી મોટા ચાહક જેવો દેખાતો હતો

જૂન 2, 2026
Happy birthday my lady’: Naga Chaitanya wishes Sobhita Dhulipala on her 33rd birthday with adorable unseen pics: હેપી બર્થડે માય લેડી’: નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલાને તેમના 33મા જન્મદિવસ પર સુંદર ન જોયેલા ફોટોગ્રાફ સાથે શુભેચ્છા પાઠવી
BOLLYWOOD GOSSIP

Happy birthday my lady’: Naga Chaitanya wishes Sobhita Dhulipala on her 33rd birthday with adorable unseen pics: હેપી બર્થડે માય લેડી’: નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલાને તેમના 33મા જન્મદિવસ પર સુંદર ન જોયેલા ફોટોગ્રાફ સાથે શુભેચ્છા પાઠવી

જૂન 1, 2026
Ameesha Patel gushes over Shakira, says she looks ‘hotter than 25-year-olds’ at 49: અમીષા પટેલ શકીરાના વખાણ કરતાં કહ્યું કે તે 49 વર્ષની ઉંમરે ’25 વર્ષની ઉંમર કરતાં વધુ હોટ’ લાગે છે
BOLLYWOOD GOSSIP

Ameesha Patel gushes over Shakira, says she looks ‘hotter than 25-year-olds’ at 49: અમીષા પટેલ શકીરાના વખાણ કરતાં કહ્યું કે તે 49 વર્ષની ઉંમરે ’25 વર્ષની ઉંમર કરતાં વધુ હોટ’ લાગે છે

મે 26, 2026
Samuk: Akshay Kumar to headline cinematic survival alien thriller; locks 2027 release: સમુક: અક્ષય કુમાર સિનેમેટિક સર્વાઇવલ એલિયન થ્રિલરનું મુખ્ય પાત્ર બનશે; 2027 માં રિલીઝ થશે
BOLLYWOOD GOSSIP

Samuk: Akshay Kumar to headline cinematic survival alien thriller; locks 2027 release: સમુક: અક્ષય કુમાર સિનેમેટિક સર્વાઇવલ એલિયન થ્રિલરનું મુખ્ય પાત્ર બનશે; 2027 માં રિલીઝ થશે

મે 25, 2026
Next Post
બોલીવૂડ સ્ટાર સલમાન ખાનને થઇ પાંસળીમાં ગંભીર ઇજા.

બોલીવૂડ સ્ટાર સલમાન ખાનને થઇ પાંસળીમાં ગંભીર ઇજા.

Archives

  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.