રાતોરાત સોશિયલ મીડિયા સેલિબ્રિટી બનેલા ઓરી ઉર્ફે ઓરહાન અવતરામણીએ અચાનક 23 કિલો વજન ઘટાડ્યું છે. ઓરી દેશ-વિદેશની મોટી હસ્તી અને બિઝનેસમેન્સની સાથે કે દરેક પેજ-3 પાર્ટીઝમાં ઓરીનાં સેલેબ્રિટિઝ સાથે ફોટોઝ જોવામાં આવતાં હોય છે. એક ઇન્ટરવ્યૂમાં ઓરીએ જણાવ્યું હતું કે, તે સેલિબ્રિટિઝ સાથે તેનાં ફોટોઝ પડાવવાનાં લાખો રૂપિયા ચાર્જ કરતો હોય છે. આ અગાઉ બિગબોસ સિઝન 17માં ઓરીએ સલમાન ખાનને કહ્યું હતું કે હાલ તે વજન ઉતારવા પર ધ્યાન આપી રહ્યો છે. તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં તેણે આ વિશે જણાવ્યું કે તેણે કેવી રીતે પોતાના આહારમાં ફેરફાર કરીને 23 કિલો વજન ઘટાડ્યું છે. તે માટે તેણે વજન ઉતારવાની એક ખાસ ટ્રીકને અપનાવીને ફોલો કરી હતી.
ઓરીનું વજન 73 કિલો હતું, જે તેણે તેના ખાસ ડાયેટ પ્લાનથી ઘટાડીને 50 કિલો કરી દીધું છે, એટલે કે લગભગ 23 કિલો જેટલું વજન તેણે ઘટાડ્યું છે. આ વજન ઘટાડવા માટે તેણે તેની વેઇટ લોસ જર્ની વિશે વાત કરી હતી.
ઓરીએ ઝીરો સુગર ડાયેટ ફોલો કરી.
એક પોડકાસ્ટ દરમિયાન ઓરીએ તેની વેઇટ લોસ જર્ની વિશે વાત કરી હતી. તેમાં તેણે ખુલાસો કર્યો કે તે અગાઉ 73 કિલોનો હતો અને હવે તે 50 કિલોનો થઇ ગયો છે. કુલ 23 કિલો જેટલું વજન ઘટાડવા તેણે ઝીરો સુગર ડાયેટ ફોલો કરી હતી. ઓરીએ પોડકાસ્ટ દરમિયાન જણાવ્યું હતું કે વજન ઘટાડવાની સફર દરમિયાન તેના દિવસની શરૂઆત ઓમેલેટથી થતી હતી. દરમિયાન, તેણે એ પણ જણાવ્યું કે તે દિવસ દરમિયાન ક્યારેક ભોજન લેવાનું છોડી દેતો હતો અને કેટલીક વખત રાત્રે પણ તે આવું કરતો હતો. જે કે તેણે એમ પણ કહ્યું હતું કે વજન ઓછું કરવા માટે આ બિલ્કુલ હેલ્ધી વિકલ્પ નથી. આ પ્રકારની ડાયેટથી વજન ઘટવાને બદલે નબળું પડી શેક છે અને વજન ખૂબ ઝડપથી વધી પણ શકે છે. જો ઓરીની ખાંડ કાપવાની યુક્તિથી ચોક્કસથી વજન ઘટી શકે છે અને તે હેલ્ધી પણ છે.
તો શું છે આ ઝીરો સુગર ડાયેટ પ્લાન? ચાલો જાણીએ.
“ઝીરો સુગર” નામથી જ ખ્યાલ આવે છે કે તેનાં આહારમાંથી તેણે ખાંડ સદંતરરૂપે હટાવી દીધું હતું. ઝીરો સુગર ડાયેટ પ્લાનને નો સુગર અથવા સુગર ફ્રી ડાયેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં દિવસનાં કોઇપણ સમયે ખાંડયુક્ત ખોરાક લેવા પર પ્રતિબંધ છે. ઓરીએ આ ડાયેટ પ્લાન ખૂબજ કડક નિયમોથી પાલન કર્યો છે, જેમાં તે ક્યારેય સ્હેજ પણ ખાંડ વાળો આહાર હોય તો તેને ખાતો નથી અને હેલ્ધી-ક્લિન આહાર જ લે છે.





