When A.R.Rahman remembers romantic time: એ.આર.રહેમાન સંગીતકારનો એક જૂનો ઇન્ટરવ્યૂ ફરી બહાર આવ્યો છે જ્યાં તેણે તેમની પ્રથમ મુલાકાત અને તેમના સંબંધોના પ્રારંભિક વર્ષો વિશે વાત કરી હતી.
એ.આર. રહેમાન અને સાયરા બાનુએ મંગળવારે રાત્રે તેમના વકીલના સંયુક્ત નિવેદનમાં છૂટાછેડાની જાહેરાત કરી હતી. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ દંપતીનો અલગ થવાનો નિર્ણય લાંબા ગાળાના ભાવનાત્મક તણાવ બાદ લેવામાં આવ્યો છે. છૂટાછેડાના સમાચાર વચ્ચે સંગીતકારનો એક જૂનો ઇન્ટરવ્યૂ ફરી થી સામે આવ્યો છે, જ્યાં તેણે પોતાની પહેલી મુલાકાત અને તેમના સંબંધોના શરૂઆતના વર્ષો વિશે વાત કરી હતી, જે હવે વાયરલ થઈ રહી છે. તેમણે ઇન્ટરવ્યુમાં એ પણ ખુલાસો કર્યો હતો કે કેવી રીતે તેમની માતા અને બહેનની તેમના લગ્નમાં ભૂમિકા હતી, જ્યારે તેઓ સાયરાને ચેન્નાઇના સૂફી મંદિરમાં પ્રથમ વખત મળ્યા હતા.
“We had hoped to reach the grand thirty, but all things, it seems, carry an unseen end. Even the throne of God might tremble at the weight of broken hearts. Yet, in this shattering, we seek meaning, though the pieces may not find their place again. To our friends, thank you for…
— A.R.Rahman (@arrahman) November 19, 2024
મૂળ નસરીન મુન્ની કબીરના પુસ્તક એ. આર. રહેમાનઃ ધ સ્પિરિટ ઑફ મ્યુઝિકમાં પ્રકાશિત થયેલા આ ઓસ્કાર વિજેતા સંગીતકારે સાયરા સાથેના પોતાના સંબંધો વિશે નિખાલસતાથી વાત કરી હતી અને એ પણ જણાવ્યું હતું કે પોતે નાનો હતો ત્યારે પણ બીજી કોઈ સ્ત્રી પર તેની નજર નહોતી. “૧૯૯૪માં જ્યારે હું સત્તાવીસ વર્ષનો હતો ત્યારે મેં નક્કી કર્યું કે હવે લગ્ન કરવાનો સમય આવી ગયો છે. કોઈક કારણસર, મને વૃદ્ધ જેવું લાગવા માંડ્યું. હું હંમેશાં ખૂબ શરમાળ રહેતો હતો અને ક્યારેય છોકરીઓ સાથે વધારે વાત કરતો ન હતો. જ્યારે અમે સાથે કામ કરતા હતા ત્યારે હું મારા સ્ટુડિયોમાં ઘણી યુવતીઓને મળતો હતો. મને તેમના માટે ખૂબ માન હતું. પરંતુ મેં ક્યારેય કોઈ છોકરી તરફ એવું વિચારીને જોયું નહીં કે તે એક દિવસ મારી પત્ની બની શકે છે. મારી પાસે છોકરીઓ વિશે વિચારવાનો સમય નહોતો. હું ચોવીસ કલાક કામ કરતો હતો, “એ.આર.રહેમાને શેર કર્યું.
પરંતુ જ્યારે તે સાયરાને પહેલી વાર મળ્યો ત્યારે બધું બદલાઇ ગયું. “એ સુંદર અને સૌમ્ય હતી. ૧૯૯૫ની ૬ઠ્ઠી જાન્યુઆરીએ મારા અઠ્ઠાવીસમા જન્મદિવસે અમે પહેલી વાર મળ્યાં હતાં. આ એક શોર્ટ મિટીંગ હતી. તે પછી અમે મોટે ભાગે ફોન પર ચેટ કરતા હતા. સાયરા કચ્છી અને અંગ્રેજી બોલે છે અને મેં તેને અંગ્રેજીમાં પૂછ્યું કે શું તે મારી સાથે લગ્ન કરવા માંગે છે. તે દિવસોમાં સાયરા ખૂબ જ શાંત હતી. હવે તે શાંત સિવાય બીજું કંઈ પણ છે, “સંગીતકારે સંસ્મરણો વાગોળતાં કહ્યું.
એ.આર.રહેમાન અને સાયરા બાનુએ 12 માર્ચ, 1995ના રોજ ચેન્નાઇમાં લગ્ન કર્યા હતા, અને અલગ થવાની જાહેરાત કરતા પહેલા તેમના લગ્નને 29 વર્ષ થયા હતા.





