Aishwarya Rai Bachchan’s statement on street harassment:ઐશ્વર્યા રાય બચ્ચનની વ્યક્તિગત લાઈફ ભલે ચર્ચાના ચકડોળે છે પણ તે જ્યારે પણ સશક્તિકરણના હેતુ માટે હંમેશા બેધડક બોલતી રહે છે. અભિનેત્રી, જે આંતરરાષ્ટ્રીય સૌંદર્ય બ્રાંડનો ચહેરો છે તે અંતર્ગત સ્ટ્રિટ હેરેસમેન્ટનો સામનો કરવા માટે પબ્લિક સર્વિસ એનાઉન્સમેન્ટ (PSA) કાર્યમાં જોડાઈ. આ વીડિયો બ્રાન્ડના સામાજિક અભિયાનનો એક ભાગ છે જેમાં ઐશ્વર્યા યુવાન છોકરીઓને આત્મવિશ્વાસ સાથે ઉત્પીડનનો સામનો કરવાની સલાહ આપતી દર્શાવવામાં આવી છે.
સ્ટ્રીટ હેરેસમેન્ટ અંગે ઐશ્વર્યાએ કહ્યું કે તમે તેની સાથે કેવી રીતે વ્યવહાર કરશો? આંખનો સંપર્ક ટાળશો કે શું કરશો? એશ વીડિયોમાં કહે છે. “સમસ્યાને સીધી આંખોમાં જુઓ, તમારું માથું ઊંચું રાખો. નારી અને નારીવાદી તરીકે હંમેશા યાદ રાખો કે મારું શરીર મારી મૂલ્યવાન મૂડી છે. તમારા મૂલ્ય સાથે ક્યારેય સમાધાન કરશો નહીં. તમારી જાત પર શંકા ન કરો. તમારી યોગ્યતા માટે ઊભા રહો. તમારા ડ્રેસ અથવા તમારી લિપસ્ટિકને દોષ ન આપો. સ્ટ્રીટ હેરેસમેન્ટ ક્યારેય તમારી ભૂલ નથી.”
આ જાહેરાત અભિનેતા અભિષેક બચ્ચન સાથે ઐશ્વર્યાના લગ્ન વિશેની અફવાઓ વચ્ચે આવી છે. જુલાઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અભિનેત્રી અને પુત્રી આરાધ્યા બચ્ચન પરિવારથી અલગ થયા પછી છૂટાછેડાની અટકળો શરૂ થઈ હતી. જ્યારે અભિષેકે છૂટાછેડા વિશેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લાઇક કરી ત્યારે અફવાઓ વધુ તીવ્ર બની હતી. અમિતાભ બચ્ચને પણ એક બ્લોગ પોસ્ટમાં ચાલી રહેલી અટકળોને સંબોધતા કહ્યું કે, “હું ભાગ્યે જ કુટુંબ વિશે વધુ કહું છું, કારણ કે તે મારું ડોમેન છે, અને તેની ગોપનીયતા મારા દ્વારા જાળવવામાં આવે છે. અટકળો એ અટકળો છે. તે અનુમાનિત અસત્ય છે.





