Akshar Ek Abstract Edition’ Art Show @ Ahmedabad: તમે ક્યારેય દેવનાગરી કેલિગ્રાફીમાં તૈયાર થયેલા પેઈન્ટિંગ જોયા છે? સ્વાભાવિક છે નહીં જ જોયા હોય તો તૈયાર તઈ જાવ અમદાવાદના આર્કિટેક્ટ અને આર્ટિસ્ટ એવાં ચુનચુનના પેઈન્ટિંગનો શો ‘અક્ષર એક એબ્સ્ટ્રેક્ટ એડિશન’જોવા માટે. શહેરનાં હઠિસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે તેમનો આર્ટ શો શરૂ થયો છે. ચુનચુન માત્ર અમદાવાદનાં જ નહીં ગુજરાતનાં એકમાત્ર એવા આર્ટિસ્ટ છે જેઓ છેલ્લા 15 વર્ષથી દેવનાગરી કેલિગ્રાફીમાં પેઈન્ટિંગ કરે છે. તેમણે દેવનાગરી લીપીની સુંદરતા અને તેના મૂળભુત વળાંકોને નિરાકાર સ્વરૂપ આપી આ સુંદર રચનાઓનું ચિત્રણ કરવાનો પ્રયત્ન કર્યો છે. અમદાવાદના આ આર્કિટેક્ટને જેટલો રસ સ્થાપત્ય અને તેની ડિઝાનમાં પડે છે તેટલો જ રસ દેવનાગરી લિપી દ્વારા કેલિગ્રાફી પેઈન્ટિંગમાં પણ પડે છે.

ચુનચુન ગુજરાતનાં અમદાવાદ ખાતેનાં એકમાત્ર એવા આર્ટિસ્ટ છે જેઓ છેલ્લા 15 વર્ષથી દેવનાગરી કેલિગ્રાફીમાં પેઈન્ટિંગ કરે છે.
આર્ટ શો અંગે વાત કરતાં ચુનચુન કહે છે, ‘મને બાળપણથી જ કેલિગ્રાફીનો શોખ રહ્યો છે. આર્કિટેક્ચના સ્ટડી પછી મેં મારા કેલિગ્રાફીના શોખને જીવંત રાખ્યો અને એટલુ જ નહીં 15 વર્ષથી દેવનાગરી કેલિગ્રાફીમાં પેઈન્ટિંગ કરૂ છું. આ રીતે મેં દેવનાગરી સુલેખનને વધુ સમકાલીન સ્વરૂપમાં રૂપાંતરિત કર્યું છે. કર્મ, મોક્ષ, અહંકાર, લક્ષ્ય જેવા શબ્દોને લઈને મેં દેવનાગરી લિપીમાં એબ્સ્ટ્રેક્ટ ચિત્રો કર્યા છે. એક્રેલિક રંગોને જૂદા જૂદા સાધનો જેવા કે બ્રશ નાઈફ વગેરે સાથે પ્રયોગાત્મક કામ કરતા કરતા આ સિરીઝની રચના થઈ છે.

આર્ટિસ્ટ ચુનચુને , મોક્ષ, અહંકાર, લક્ષ્ય જેવા શબ્દોને લઈને દેવનાગરી લિપીમાં એબ્સ્ટ્રેક્ટ ચિત્રો કર્યા છે. એક્રેલિક રંગોને જૂદા જૂદા સાધનો જેવા કે બ્રશ નાઈફ વગેરે સાથે પ્રયોગાત્મક કામ કરતા કરતા આ સિરીઝની રચના થઈ છે.





