Ananya Pandey talked about the ups and downs of father Chunky Pandey:એક્ટ્રેસ અનન્યા પાંડેએ તેના પિતા ચંકી પાંડે એક સમયે વિવાદમાં ઘેરાયેલો હતા તે અંગે વાત કરી હતી. અનન્યાએ કહ્યું કે તેના પિતા ચંકી પાંડેને ચેટ શો કોફી વિથ કરણમાં ક્યારેય આમંત્રિત કરવામાં આવ્યા ન હતા. તેણીએ એક તબક્કા દરમિયાન જ્યારે તેમની પાસે વધુ કામ ન હતું ત્યારે તેને પિતાને ઘરે બેઠેલા પણ જોયા હતાં તે વિશે ખુલાસો કર્યો હતો. . અનન્યાએ કહ્યું કે ચંકીની કારકિર્દી પતન પર હતી ત્યારે તેનો જન્મ થયો હતો અને પિતાને કારકિર્દીમાં જબરદસ્ત ઉતાર-ચઢાવમાંથી પસાર થતા જોયા છે.
રાજ શમાનીના પોડકાસ્ટ પર અનન્યાએ તેના પિતાની ઉતાર ચઢાવવાળી કારકિર્દીની સાક્ષી રહી છે તે વાત કરી હતી. તેણીએ કહ્યું, ‘જ્યારે મારો જન્મ થયો ત્યારે મારા પિતાનો તબક્કો ડાઉન ચાલી રહ્યો હતો. તેઓએ 80 અને 90ના દાયકામાં એક જોરદાર અભિનેતા હતા, પરંતુ તે પછી, તેમણે વિવિધ પ્રકારના કામ કરવાનું શરૂ કર્યું. પછી એવો સમય એવા હતા જ્યારે તેઓ એકલા હતા હું ત્યારે નાની હતી. હું તેમને ઘરે બેઠેલા જોતી.
અનન્યાએ એ પણ સૂચિબદ્ધ કર્યું કે તેણી તેના પિતા પાસેથી શું આત્મસાત કરવા માંગે છે અને શું નહીં. અનન્યાએ કહ્યું, ‘હું તેમની બહુમુખી પ્રતિભા અને તેની નિખાલસતા બદલવા માંગુ છું. તેણે તમામ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. તેમણે મુખ્ય ભૂમિકાઓ ભજવી છે, નાની ભૂમિકાઓ અને નેગેટિવ રોલ પણ કર્યા છે. આ ઉપરાંત દરેક સંભવિત ભાષામાં ફિલ્મો કરી છે. તે પરિવર્તનને લઈને એકદમ ઓપન છે. મને લાગે છે કે તે એક સુંદર વસ્તુ છે.
અનન્યાએ કહ્યું કે, ‘હું જે કલાકારોની પેઢીમાંથી આવું છું તેમાં અમે બધા થોડું થોડું કરવા માંગીએ છીએ. જો કે કેટલીક બાબતોમાં અમે અસંમત પણ છીએ. જેમ કે તેઓ મને મોટી મસાલા કોમર્શિયલ ફિલ્મોમાં જોવાનું પસંદ કરે છે. મારો થોડો અલગ મત છે.





