અનુષ્કા શર્માએ તેનાં પતિ વિરાટ કોહલીની સુંદર ફોટો શેર કરી જેમાં વિરાટ કોહલીએ તેની દિકરી અને પુત્રને ઉંચકી લીધેલાં છે. બોલિવૂડની લીડિંગ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી હાલ પોતાના બીજા બાળકના આગમનને લઈને ચર્ચામાં છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કર્યા બાદ અનુષ્કાએ પોતાની એક્ટિંગથી બધાના દિલ જીતી લીધા છે. તેણે ૨૦૧૭ માં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યાં હતાં. તેમના લગ્ન ઇટાલીમાં થયા હતા. લગ્નમાં માત્ર ગણ્યાગાંઠ્યા પરિવાર અને મિત્રો જ સામેલ થયા હતા. અનુષ્કા અને વિરાટે બે બાળકોને જન્મ આપ્યો હતો. હાલમાં બંને પોતાના બાળકો માટે સમય કાઢતા જોવા મળી રહ્યા છે.
આજે વિરાટ કોહલીનો જન્મદિવસ છે અને અનુષ્કાએ તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવીને તેના ચાહકોને એક અદ્ભુત ટ્રીટ આપી છે. અનુષ્કાએ પહેલીવાર પોતાના પુત્રની ઝલક ફેન્સને આપી છે. આ વખતે તેણે ખૂબ જ ક્યૂટ તસવીર શેર કરી છે, જેમાં વિરાટ કોહલી તેના પુત્ર અને પુત્રી સાથે ઉભો છે. વિરાટ કોહલી 5 નવેમ્બરે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અનુષ્કા શર્માએ ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના જન્મદિવસના અવસર પર આ સુંદર તસવીર શેર કરી છે.





