અર્જુન કપૂરે ખુલાસો કર્યો છે કે તેને હાશિમોટોનું નિદાન થયું હતું. ઈન્સ્ટાગ્રામ પર અર્જુને કહ્યું કે તેને 2014-15માં બેક ટુ બેક ફિલ્મોના શૂટિંગ દરમિયાન જ્યારે તે 30 વર્ષનો હતો ત્યારે ઓટોઇમ્યુન કંડીશન-હાશિમોટો ડિસીઝ હોવાની જાણ થઈ હતી. હાલ તે તેની સાથે સંકળાયેલી શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.
અર્જુને હોલિવુડ રિપોર્ટર ઈડિયાને કહ્યું કે તમને કોઈપણ વ્યવસાયમાં હો તેમાં સેલ્ફ ઓબ્ઝર્વેશનની ક્ષણો આ છે. તમે તેના દ્વારા લડશો. હું હૃદયથી એક જાડો બાળક છું. મને 30 વર્ષની વયે હળવા ડિપ્રેશનનું નિદાન થયું હતું જે સંજોગોવશાત હતું. મને હાશિમોટો નામનો થાઈરોડિટીસ ડિસીઝ છે. જો કે તેમાં મારા એન્ટિબોડીઝ તેની સામે લડે છે. જો કે તેમાં બોડી સ્ટ્રેસમાં જતું રહે છે.
39 વર્ષીય આ કલાકારે કહ્યું કે તેની સ્વર્ગસ્થ માતા મોના કપૂર અને બહેન અંશુલા કપૂરને પણ આ સ્થિતિ હોવાનું નિદાન થયું હતું. હાલ હું જેટલી હળવાશ અનુભવું છું, તેટલો વધુ સારો દેખાવ કરું છું, જે વ્યંગાત્મક છે કારણ કે આ વ્યવસાયમાં તમે ખરેખર હળવા નથી. મારી સાથે આવું થયું ત્યારે હું 30 વર્ષનો હતો અને મેં તેનો વિરોધ કરતાં કહ્યું કે આ ન હોય કેમ કે હું ફીટ થઈ ગયો હતો. મને યાદ છે કે જ્યારે હું તેવર, કી એન્ડ કા, હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મ કરી રહ્યો હતો.





