બુધવાર, ઓગસ્ટ 26, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

દિવ્યા ભારતીની હત્યા તેના પતિ સાજિદ નડિયાદવાલાએ કર્યા હોવાની અફવાઓને ગુડ્ડી મારુતિએ ફગાવી : ‘નીતા લુલ્લાએ તેને પડતી જોઈ’

Shraddha Bilwalby Shraddha Bilwal
નવેમ્બર 6, 2024
in BOLLYWOOD GOSSIP
Reading Time: 1 min read
દિવ્યા ભારતીની હત્યા તેના પતિ સાજિદ નડિયાદવાલાએ કર્યા  હોવાની અફવાઓને ગુડ્ડી મારુતિએ ફગાવી : ‘નીતા લુલ્લાએ તેને પડતી જોઈ’

xr:d:DAFndZTs8fk:15,j:2312993661365533340,t:23070210

બોલિવૂડ અભિનેત્રી ગુડ્ડી મારુતિએ તાજેતરમાં જ એક યુટ્યુબ ચેનલ પર પોડકાસ્ટમાં ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેણે દિવંગત દિવ્યા ભારતી સાથે કામ કરવાની પોતાની યાદોને શેર કરી હતી. તેમણે કહ્યું કે ” દિવ્યા સરસ છોકરી હતી, પરંતુ થોડી ગડબડ છોકરી હતી.” દિવ્યાના મુક્ત-જુસ્સાદાર વ્યક્તિત્વને યાદ કરતા, ગુડ્ડીએ એક ઘટનાને યાદ કરી, જેમાં તેણે દિવ્યાને તેના પાંચમા માળના એપાર્ટમેન્ટના પેરાપેટ પર આકસ્મિક રીતે બેઠેલી જોઈ હતી, જેમાં ઊંચાઈનો તેને કોઈ ડર દેખાતો ન હતો. ગુડ્ડીએ દિવ્યાના દુ:ખદ મૃત્યુ પછી તેની શોકગ્રસ્ત માતાને મળવાની વાત પણ કરી હતી અને જણાવ્યું હતું કે દિવ્યાનાં મૃત્યુથી તેના તત્કાલીન પતિ સાજિદ નડિયાદવાલાને ઊંડો આઘાત લાગ્યો હતો અને તેના મન પર તેની ઊંડી અસર પડી હતી. દિવ્યાનું 1993માં તેના એપાર્ટમેન્ટમાંથી પડી જવાથી અવસાન થયું હતું. તે માત્ર 19 વર્ષની જ હતી.

સિદ્ધાર્થ કન્નન સાથે વાત કરતા ગુડ્ડીએ જણાવ્યું હતું કે, “તે એક સારી છોકરી હતી, પરંતુ તે થોડી મેસ્ડ-અપ હતી. હું તેને નાનપણથી ઓળખતી હતી, તે થોડી પરેશાન પણ રહેતી હતી. તે જીવનને એ રીતે જીવતી જાણે આજે છેલ્લો દિવસ છે. તે બિન્દાસ છોકરી હતી. તે સમયે તે સાજિદ નડિયાદવાલાનાં પ્રેમમાં હતી. અમે તે વખતે શોલા ઓર શબનમ માટે શૂટ કરી રહ્યાં હતાં. મને જેટલું યાદ છે તેમાં અમે ૫ એપ્રિલની રાત્રે તેનું અવસાન થયું અને ૪ એપ્રિલે મારો જન્મદિવસ છે. તેથી અમે બધા પાર્ટી કરી રહ્યાં હતા – ગોવિંદા, દિવ્યા, સાજિદ અને અન્ય લોકો. તે પાર્ટીમાં ઠીક હતી, પણ મને લાગ્યું કે થોડી ઉદાસ છે. તેણે આઉટડોર શૂટ માટે જવાનું હતું, પરંતુ તેને જવું ન હતું.”

ગુડ્ડીએ 6 એપ્રિલની સવારે દિવ્યાના મૃત્યુના દુ: ખદ સમાચાર સાંભળ્યા હતા, તે દરમિયાન તે ફ્લાઇટમાં હતી. ગુડ્ડીએ જણાવ્યું કે, ” દિવ્યાનું વર્તન ઘણીવાર વિચિત્ર લાગતું હતું. તે જુહુની એક બિલ્ડિંગના પાંચમા માળે રહેતી હતી. હું એક વખત તેની બિલ્ડીગ પાસેનાં આઇસ્ક્રીમ સ્ટોરની અંદર જઇ રહી હતી ત્યારે મેં અચાનક મારા નામની બૂમો પાડતો અવાજ સાંભળ્યો. મેં ઉપર જોયું તો તે દિવ્યા હતી, જે મારા નામની બૂમો પાડી રહી હતી. તે પાંચમા માળના પેરાપેટ પર પગ લટકાવીને બેઠી હતી. મેં તેણીને કહ્યું કે આ સલામત પ્રવૃતિ નથી અને તેને મેં અંદર જવા કહ્યું. ત્યારે તેણે મને કહ્યું કે, કુછ નહીં હોતા (તેને ઊંચાઇનો ડર ન્હોતો લાગતો. હું તેને જોઇને ત્યારે ડરી ગઇ હતી.”

ગુડ્ડી જ્યારે દિવ્યાના નિધન પછી દિવ્યાના પરિવારનાં ઘરે ગઇ ત્યારે તેણે એક અજીબ પ્રકારની ઘટના જોઇ. દિવ્યાની મૃત્યુનો શોક વ્યક્ત કરવા આવેલા મહેમાનોએ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. લોકો દિવ્યાના મમ્મીને સાંત્વના આપી રહ્યાં હતાં કારણ કે તેમની હાલત ખરાબ હતી. તે દરમિયાન એક બિલાડી ઘરમાં લોહી વાળું મોઢું લઇને ઘરમાં પ્રવેશી હતી, જેનાથી બધાને ખાસ્સો આઘાત લાગ્યો હતો.

દિવ્યાની માતા કેવી રીતે ઊંડા દુ:ખમાં હતી તે વિશે વાત કરતાં તેણે કહ્યું, “ઉસ્કે મમ્મી કા હાલ બુરા થા (તેની માતા ભાંગી પડી હતી). સાજીદ જાણે કે… પતી ગયા હતા. તેમની હાલત ખરાબ હતી. જ્યારે આ ઘટના બની ત્યારે તે ઘરે પણ નહોતો. દિવ્યાએ તેની બારીમાંથી નીચે નમીને જોયું કે સાજિદની કાર આવી છે કે નહીં અને ત્યારે જ તે નીચે પડી ગઈ હતી, “તેણે કહ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે ડિઝાઇનર નીતા લુલ્લા ત્યાં હતી, જેના કારણે અભિનેતાના મૃત્યુ અંગેની અટકળોને વેગ મળ્યો હતો. “નીતા લુલ્લા ત્યાં હતી અને તેમને દિવ્યાને બાલ્કનીમાંથી નીચે નમતા જોઇ હતી અને તેને નીચે પડતા પણ જોઇ હતી.

દિવ્યા ભારતી 1990ના દાયકાની શરૂઆતમાં સૌથી આશાસ્પદ અભિનેત્રીઓમાંની એક હતી, જેણે ટૂંક સમયમાં જ ઝડપથી સ્ટારડમ મેળવ્યું હતું. જો કે, માત્ર 19 વર્ષની ઉંમરે જ્યારે તે મુંબઇના તેના પાંચમા માળના એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી પડી ત્યારે તેનું જીવન દુ: ખદ રીતે અંત આવ્યો. તેના અકાળ મૃત્યુથી બોલિવુડ ઉદ્યોગને આંચકો લાગ્યો અને તેના ચાહકોનું દિલ તૂટી ગયું.

Tags: Bollywood CelebrityBollywood GossipsBollywood newsBollywoodUpdates

Latest Post

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં
BOLLYWOOD GOSSIP

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં

ઓગસ્ટ 26, 2026
Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ
BOLLYWOOD GOSSIP

Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે
BOLLYWOOD GOSSIP

Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Next Post
મલ્હાર ઠાકર અને પૂજા જોષીના લગ્નની શરણાઈઓ વાગશે

મલ્હાર ઠાકર અને પૂજા જોષીના લગ્નની શરણાઈઓ વાગશે

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.