શનિવાર, જૂન 6, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Priyanka Chopra’s brother’s wedding: ભાઈના લગ્નમાં પ્રિયંકા ચોપરાની દીકરી, એક્ટ્રેસે પહેર્યો 12 કરોડનો નેકલેસ, ડિઝાઈનમાં શું હતું ખાસ?

Shraddha Bilwalby Shraddha Bilwal
ફેબ્રુવારી 7, 2025
in BOLLYWOOD GOSSIP
Reading Time: 3 mins read
Priyanka Chopra’s brother’s wedding: ભાઈના લગ્નમાં પ્રિયંકા ચોપરાની દીકરી, એક્ટ્રેસે પહેર્યો 12 કરોડનો નેકલેસ, ડિઝાઈનમાં શું હતું ખાસ?

Priyanka Chopra’s brother’s wedding: પ્રિયંકા ચોપરા બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. પ્રિયંકા તેના લગ્ન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી ન હતી. અને તે વિદેશમાં સ્થિત હતી. આમ છતાં પ્રિયંકા ક્યારેક ક્યારેક ભારત આવવા-જવા માટે જતી જોવા મળી હતી. હવે પ્રિયંકા ફરી એકવાર ભારત પરત ફરી છે. પ્રિયંકા ચોપડા હાલ પોતાના ભાઈના લગ્ન માટે મુંબઈમાં છે. તે થોડા દિવસો પહેલા જ ભારત આવી હતી અને હવે તે પોતાના ભાઈ સિદ્ધાર્થના લગ્નની વિધિઓને ખૂબ એન્જોય કરી રહી છે. ભાઈની મહેંદી સેરેમનીમાં પ્રિયંકાએ ખૂબ મસ્તી કરી હતી અને પગ હલાવતી પણ જોવા મળી હતી. આ સાથે પ્રિયંકાની સાસુએ પણ આ સેરેમનીની મજા માણી હતી અને હવે તેનો પતિ નિક જોનાસ પણ મુંબઈ પહોંચી ગયો છે.

5 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થની મહેંદી સેરેમની યોજાઈ હતી. જેમાં પ્રિયંકા અને તેની સાસુએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રિયંકાએ આ મહેંદી સેરેમનીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આવામાં પ્રિયંકાના લૂકની ચર્ચા ખાસ રીતે થઇ રહી છે. આ લુકમાં પ્રિયંકાનો નેકલેસ સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. તેણે ભાઈ સિદ્ધાર્થ ચોપરાની મહેંદી સેરેમનીમાં 12 કરોડ રૂપિયાનો નેકલેસ પહેરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રિયંકાએ શૅર કરેલી તસવીરોમાં તે ચહેરા પર મહેંદી હટાવતી નજરે ચડે છે. તેની સાસુ પણ હાથ પર મહેંદી ઉતારતી જોવા મળી રહી છે. અને તેના સસરા આ ખાસ પળોને કેમેરામાં કેદ કરતા જોવા મળે છે.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકાની દીકરી માલતીએ પણ હાથ પર મહેંદી મૂકી હતી અને મામાના લગ્નમાં મસ્તી કરતી જોવા મળી હતી. આ પ્રસંગે પ્રિયંકા ખૂબ જ ખુશ હતી અને તેણે પોતાના પરિવાર સાથે ખૂબ મસ્તી કરી હતી. તેણે તેના પિતરાઇ ભાઇ મન્નારા ચોપડા સાથે ‘મુઝસે શાદી કરોગી’ ગીત પર ડાન્સ કર્યો હતો. પ્રિયંકાએ મહેંદી સેરેમનીની તસવીરો સાથે આ વીડિયો પણ શેર કર્યો છે. પ્રિયંકાના ભાઈના લગ્નમાં તેના સસરા પિતાનો રોલ કરતા અને જવાબદારીઓ સંભાળતા જોવા મળ્યા હતા.

પ્રિયંકાના પિતા આ દુનિયામાં નથી પરંતુ તેના સસરાએ આ લગ્નમાં ભાગ લઇને પ્રિયંકાને ખુશ રાખી હતી. તેમણે પાપારાઝીને મીઠાઈઓ આપીને તેમનો આભાર પણ માન્યો હતો. પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થ નીલમ ઉપાધ્યાય સાથે લગ્ન કરી રહ્યા છે. નીલમ એક અભિનેત્રી છે અને તેણે સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. સિદ્ધાર્થ અને નીલમની મુલાકાત ડેટિંગ એપ દ્વારા થઇ હતી. પ્રિયંકા પણ આ એપમાં રોકાણકાર હતી.

Tags: Bollywood CelebrityBollywood GossipsBollywood newsBollywoodUpdatesPriyanka Chopra

Latest Post

Times when Virat Kohli looked like Anushka Sharma’s biggest fan: એ સમય જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માના સૌથી મોટા ચાહક જેવો દેખાતો હતો
BOLLYWOOD GOSSIP

Times when Virat Kohli looked like Anushka Sharma’s biggest fan: એ સમય જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માના સૌથી મોટા ચાહક જેવો દેખાતો હતો

જૂન 2, 2026
Happy birthday my lady’: Naga Chaitanya wishes Sobhita Dhulipala on her 33rd birthday with adorable unseen pics: હેપી બર્થડે માય લેડી’: નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલાને તેમના 33મા જન્મદિવસ પર સુંદર ન જોયેલા ફોટોગ્રાફ સાથે શુભેચ્છા પાઠવી

જૂન 1, 2026
Ameesha Patel gushes over Shakira, says she looks ‘hotter than 25-year-olds’ at 49: અમીષા પટેલ શકીરાના વખાણ કરતાં કહ્યું કે તે 49 વર્ષની ઉંમરે ’25 વર્ષની ઉંમર કરતાં વધુ હોટ’ લાગે છે
BOLLYWOOD GOSSIP

Ameesha Patel gushes over Shakira, says she looks ‘hotter than 25-year-olds’ at 49: અમીષા પટેલ શકીરાના વખાણ કરતાં કહ્યું કે તે 49 વર્ષની ઉંમરે ’25 વર્ષની ઉંમર કરતાં વધુ હોટ’ લાગે છે

મે 26, 2026
Samuk: Akshay Kumar to headline cinematic survival alien thriller; locks 2027 release: સમુક: અક્ષય કુમાર સિનેમેટિક સર્વાઇવલ એલિયન થ્રિલરનું મુખ્ય પાત્ર બનશે; 2027 માં રિલીઝ થશે
BOLLYWOOD GOSSIP

Samuk: Akshay Kumar to headline cinematic survival alien thriller; locks 2027 release: સમુક: અક્ષય કુમાર સિનેમેટિક સર્વાઇવલ એલિયન થ્રિલરનું મુખ્ય પાત્ર બનશે; 2027 માં રિલીઝ થશે

મે 25, 2026
Next Post
Kiara Advani and Sidharth Malhotra celebrate 2nd anniversary with loving yet playful wishes: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પ્રેમાળ છતાં રમતિયાળ શુભેચ્છાઓ સાથે બીજી મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરે છે

Archives

  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.