Jailer 2: Shah Rukh Khan out, Hrithik Roshan in? Greek God of Bollywood reportedly joins Rajinikanth’s upcoming film: પ્રશંસકો હૃતિક રોશનની આગામી ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને બોલિવૂડના આ ‘ગ્રીક ગોડ’ને મોટા પડદા પર ફરી એકવાર પોતાનો જાદુ વિખેરતા જોવા માટે ઉત્સુક છે. હૃતિક હાલમાં ‘ક્રિશ ૪’ (Krrish 4) માં વ્યસ્ત છે, ત્યારે કેટલાક અહેવાલોનો દાવો છે કે અભિનેતા હવે સાઉથ સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે અને તે રજનીકાંત સ્ટારર ફિલ્મ જેલર-2 ફિલ્મનો ભાગ બનશે. Newspointના અહેવાલમાં આમ જણાવાયું હતું.
‘જેલર 2’ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી તમિલ ફિલ્મોમાંની એક છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મમાં અન્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કલાકારો કેમિયો (મહેમાન ભૂમિકા) રોલમાં જોવા મળશે, અને એવા પણ અહેવાલો હતા કે શાહરૂખ ખાન પણ આ ફિલ્મમાં જોવા મળવાનો હતો. જો કે, ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના એક અહેવાલ મુજબ, પોતાની ફિલ્મ ‘કિંગ’ (King) ની વ્યસ્તતાના કારણે શાહરૂખ ખાને રજનીકાંતની આ ફિલ્મમાંથી પીછેહઠ કરી લીધી છે અને હવે હૃતિક રોશન તેની જગ્યા લેશે.
એક સૂત્રએ પોર્ટલને જણાવ્યું હતું કે, “હૃતિક ચોક્કસપણે ‘જેલર 2’ માં એક પાવરફુલ કેમિયો કરી રહ્યો છે. તે રજની સરના મિત્રની ભૂમિકા ભજવી રહ્યો છે, જે મુશ્કેલીના સમયે મદદ કરવા માટે સ્ટોરીલાઈનમાં એન્ટ્રી લે છે. હૃતિક આ જ મહિને પોતાના ભાગનું શૂટિંગ કરશે.”
જો આ અહેવાલ સાચો સાબિત થશે, તો 40 વર્ષના લાંબા ગાળા પછી હૃતિક અને રજનીકાંતનું મિલન થશે. આ બંનેએ અગાઉ ‘ભગવાન દાદા’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું, જેમાં હૃતિક બાળ કલાકાર તરીકે જોવા મળ્યો હતો.
હૃતિક સિવાય, અહેવાલો અનુસાર મોહનલાલ, શિવા રાજકુમાર, મિથુન ચક્રવર્તી, વિનાયકન અને વિજય સેતુપતિ પણ આ ફિલ્મમાં કેમિયો કરી રહ્યા છે.
એવા પણ સમાચાર છે કે ‘જેલર ૨’ નું શૂટિંગ પૂરું થઈ ગયું હતું, પરંતુ ડિરેક્ટર નેલ્સન દિલીપકુમાર કેટલાક દ્રશ્યો ફરીથી શૂટ (Reshoot) કરશે. એક સૂત્રએ જણાવ્યું કે, “કેટલાક કલાકારોને પાછા બોલાવીને સીન ફરીથી શૂટ કરવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે ટીમે ફિલ્મ જોઈ, ત્યારે તેઓ કેટલાક ભાગોથી સંતુષ્ટ નહોતા.”
રજનીકાંત ઉપરાંત ‘જેલર ૨’ માં એસ. જે. સૂર્યા, રમ્યા ક્રિષ્નન, યોગી બાબુ અને અન્ય કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે. અહેવાલો અનુસાર, વિદ્યા બાલન પણ આ ફિલ્મમાં એક મહત્વપૂર્ણ રોલ ભજવી રહી છે.
‘જેલર 2’ ની સત્તાવાર રિલીઝ ડેટ હજી જાહેર કરવામાં આવી નથી, પરંતુ અહેવાલો અનુસાર, આ ફિલ્મ આ વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થઈ શકે છે. જાન્યુઆરી ૨૦૨૫ માં રિલીઝ થયેલા આ ફિલ્મના અનાઉન્સમેન્ટ વીડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેથી, હવે ફિલ્મની સત્તાવાર રિલીઝ ડેટની જાહેરાતની રાહ જોવી રહી.
અંગત જીવનની વાત કરીએ તો, હૃતિક હાલમાં સબા આઝાદને ડેટ કરી રહ્યો છે અને અવારનવાર સોશિયલ મીડિયા પર સબા સાથે દિલ જીતી લે તેવી પોસ્ટ્સ શેર કરતો રહે છે.




