Kartik Aryan Birthday 2024: ભૂલ ભૂલૈયા 3ની સફળતા પછી કાર્તિક આર્યન હવે વેકેશન મોડ પર ચાલી રહ્યાં છે. હાલમાં જ તેમણે તેમનાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોતાનાં બર્થડે 2024નાં ફોટોઝ પોતાનાં ફેન્સ સાથે શેર કર્યાં હતાં. ફોટોઝમાં કાર્તિક સૂર્યાસ્તનાં સૂર્યને માણતાં જોવા મળી રહ્યાં છે.
આ ફોટોઝમાં કાર્તિક એકદમ રિલેક્સ વેકેશન મોડમાં કોટન શર્ટ અને લિનન પેન્ટમાં જોવા મળે છે. તેમનાં ફોટોઝ જોતાં ફેન્સે તેમાં કોમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું હતું. કોઇએ લખ્યું કે, નક્કી નથી કરી શકાતું કે વ્યૂ વધારે સુંદર છે કે તમે!! તો કોઇએ તેની ફિલ્મોનાં નામનું લિસ્ટ લખીને તેનો આભાર માન્યો કે થેન્ક્યૂ અમને આ બધી ફિલ્મો આપવા બદલ.
આ ઉપરાંત કાર્તિકની હાલની સફળ ફિલ્મ ભૂલ ભૂલૈયા 3એ 221 કરોડનો બિઝનેસ 21 દિવસમાં કર્યો હતો. લોકોમાં અને ક્રિટિક્સનાં મિક્સ રિવ્યૂઝ હોવા છતાંય આ ફિલ્મે બોક્સ ઓફિસ પર મોટો વકરો કર્યો હતો. આ ફિલ્મમાં કાર્તિક રૂહાન ઉર્ફ રૂહ બાબાનાં રોલમાં જોવા મળ્યો હતો, જેની આખી ફિલ્મમાં સૌથી વધારે સ્ક્રિન પ્રેઝેન્સ હતી. આ ઉપરાંત ફિલ્મમાં માધુરી દિક્ષિત અને વિદ્યા બાલનો ભરતનાટ્યમ અને ઓડીસી ડાન્સ પણ લોકપ્રિય બન્યો હતો.





