કુશા કપિલાએ તાજેતરમાં જ એક પોડકાસ્ટ પર શેર કર્યું હતું કે તેણે તેનાં ડિવોર્સની જાહેરાત માટેનું આયોજન કર્યું હતું, જો કે તેવું થયું નહીં અને તેણે તાબડતોડ જોરાવર સિંહ આહલુવાલિયાથી છૂટાછેડાની ઘોષણા કરવી પડી હતી. એક મીડિયા આઉટલેટે આ સમાચાર શોધી કાઢ્યા બાદ અને તેની પુષ્ટિ કરવા કે નકારવા માટે તેને બે દિવસની મુદત આપી હતી.
સાયલન્સ પોડકાસ્ટના પ્લેટફોર્મ પર, કુશાએ સમજાવ્યું, “અમારે આ સમાચાર કોઇપણ યોજના વગર આપવા પડ્યા કારણ કે એક સમાચાર પ્રકાશને અમને એક સમયમર્યાદા આપી હતી કે ‘અમે ડિવોર્સની પુષ્ટિ કરવા અથવા તેને નકારવા માટે બે દિવસનો સમય આપી રહ્યા છીએ, અને ત્રીજા દિવસે, અમે આ ડિવોર્સની વાર્તાને આગળ ધપાવીશું’. તેના કરતાં તમે જાતે જ આ સમાચારને લોકો સમક્ષ લાવો તે મહત્વનું હતું.”
કુશા કપિલાએ શેર કર્યું હતું કે તેમના અલગ થવાને ખાનગી રાખવાનો પ્રયાસ કરવા છતાં, કોઈએ તેમને કોર્ટમાં જોયા બાદ આ સમાચાર લીક થવાની સંભાવના ઊભી થઇ હતી. તેણી સમજી ગઈ કે ન્યૂઝ આઉટલેટ તેમની પાસેની માહિતી સાથે જ તેનું કામ કરી રહ્યું છે. “મને મારા પર કોઇ ઝીણવટપૂર્વક નજર રાખે તે ગમતું નથી, પરંતુ તેઓ તેમનું કામ કરી રહ્યા હતા. તેમને કોઈની પાસેથી એક માહિતી મળી જેણે અમને કોર્ટમાં જોયા. આ આખી વાતમાં સામેલ બે લોકોની સતત સુરક્ષા કરવાનો વિચાર હતો, એમ તેમણે કહ્યું હતું.
સોશ્યલ મિડિયા કન્ટેન્ટ સર્જકમાંથી અભિનેત્રી બનેલી આ અભિનેત્રીએ અલગ થયા બાદ પોતાના જીવન વિશે ખુલીને વાત કરી હતી આ વર્ષની શરૂઆતમાં આ મુશ્કેલ સમયમાં સમાજ કેવી રીતે મહિલાઓ પ્રત્યે નિર્દયી છે એ વિશે વાત કરી હતી. ફિવર એફએમ સાથે વાત કરતા કુશાએ કહ્યું હતું, “સ્ત્રીઓ માટે સમાજ દયાળું રહ્યો નથી અને મને સમાજની વખોડવાની પરિસ્થિતિમાંથી પસાર થવું જ પડ્યું હતું. તે સાથે મારી માતાએ પણ તેનો ભોગ બનવું પડ્યું હતું. હું મારી જાતને બધાનાં અભિપ્રાયોથી દૂર રાખી હતી. તેથી મને ખાતરી છે કે મારી માતા તેના વિશે ખૂબ સ્પષ્ટ રીતે બોલી શકે છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર કોમિક વીડિયોમાં કાલ્પનિક પાત્ર “બિલી માસી”ની ભૂમિકા ભજવવાથી લઈને બોલિવૂડ સુધી, કુશા કપિલાએ ઘણી લાંબી મજલ કાપી છે. કુશાએ વર્ષોથી અનેક હિન્દી પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. તેમની નોંધપાત્ર કૃતિઓમાં સુખી, થેન્ક યુ ફોર કમિંગ, મસાબા મસાબા અને લાઇફ હિલ ગયી વગેરેનો સમાવેશ થાય છે.





