અમદાવાદમાં આર્ટ એન્ડ કલ્ચરનું મુખ્ય હબ કહેવાતા નટરાણી એમ્ફિ થિયેટરમાં નવેમ્બર નોસ્ટાલ્જિયાનો પ્રારંભ થશે. 10 નવેમ્બરે રાત્રે 8.30 વાગે નટરાણી ખાતે સિંગર વિદ્યા શાહ બાઈજી ઔર બાજા પરફોર્મન્સથી થશે. તેમાં વિદ્યા શાહ ગ્રામોફોન એરાની સ્ટોરીઝ અને સોન્ગ લઈને આવશે. વિદ્યાએ શુભા મુદગલ પાસેથી ખયાલ ગાયકીની તાલિમ લીધી છે. આ પરફોર્મન્સ પછી દરેક વિકેન્ડમાં વિવિધ પરફોર્મન્સ યોજાશે. જેમાં લિટલ મોઝાર્ટ, સ્ટેન્ડ અપ કોમેડી બાય અનુ મેનન, બ્રિટીશ કાઉન્સિલ દ્વારા હેલીયોસ નાટક તેમજ કલાપિની કોમકલી દ્વારા નિર્ગુણ ભજનની પ્રસ્તુતિ થશે.
આ રહ્યું નટરાણી ખાતે પ્રોગ્રામનું શેડ્યૂલ:
10 નવેમ્બર – બાઈજી ઔર બાજા – વિદ્યાશાહ – સંગીત
15 નવેમ્બર – લિટલ મોઝાર્ટ – સિમ્ફની ઓર્કેસ્ટ્રા ઑફ ઇન્ડિયા – સંગીત
16મી નવેમ્બર – નોટ સો ક્લાસિકલ – સિમ્ફની ઓર્કેસ્ટ્રા ઑફ ઇન્ડિયા – સંગીત
17 નવેમ્બર – એનકૂલ – અનુ મેનન – સ્ટેન્ડ-અપ કોમેડી
23 નવેમ્બર – હેલીયોસ – ક્યુટિપિ એન્ટરટેઈનમેન્ટ, બ્રિટીશ કાઉન્સિલ દ્વારા સમર્થિત – નાટક
30 નવેમ્બર – સગણ નિર્ગુણ, ભજન રિસાઇટલ – કલાપિની કોમકાલી – સંગીત





