Navjeevan Trust organisesNational Photography Festival Edition–II:હાલના પરિવર્તનશીલ સમયમાં યંગસ્ટર્સને સાંકળી લેતી કોમ્યુનીકેશનની નવી ચેનલોને પ્રસ્થાપિત કરીને તેનું સંવર્ધન કરવાનાં ભાગરૂપે નવજીવન ટ્રસ્ટ દ્વારા નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલ (NPF)નો પ્રારંભ થયો છે. 5 જાન્યુઆરી સુધી ચાલનારા આ નેશનલ ફોટો ફેસ્ટિવલમાં દેશનાં ચુનંદા આર્ટિસ્ટસનાં કુલ આઠ એક્ઝિબિશન છે. વિઝ્યુઅલ આર્કાઈવ્ઝ ઓફ કુલવંત રોયનું ક્યુરેટિંગ આદિત્ય આર્યએ કર્યું છે. તો નિમાઈ ઘોષ- ડાયલોગ વીથ ધ કેમેરાનું ક્યુરેટિંગ ઈના પુરી દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ફેસ્ટિવલમાં મુકેશ પારપિયાનીનું ટ્રેજેડી એટ મિડનાઈટ્સ, આશા થડાણીનું બ્રોકન, તરૂણ ભરતિયાનું ઇએમ/એનઓ, સુનીલ આદેશરાનું ધ આણંદ પેટર્ન, યશપાલ રાઠોરનું ટાઇગર-ટાઈગર અને પ્રસન્નજીત યાદવના ‘શેન: ધ લેપર્ડ ઓફ ધ માઉન્ટેન્સ/લિવિંગ ટ્રી બ્રિજીઝ ઇન એ લેન્ડ ઓફ ક્લાઉડ્સ’નો પણ સમાવેશ થાય છે.

ફોટોલાઈન: આણંદ પેટર્ન ટાઈટલ પરનો ફોટો સુનિલ આડેસરાનો છે. આણંદમાં અમૂલ ડેરીનું જે સહકારી મંડળીનું સક્સેસફૂલ મોડેલ છે તે આ ગ્રામિણ મહિલાઓને આભારી છે તે વાત રજુ કરતો આ ફોટો છે.
આ અંગે માહિતી આપતા નવજીવન ટ્રસ્ટનાં ચેરમેન વિવેક દેસાઈએ કહ્યું કે, ‘“નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલમાં સામાજીક અને સાંસ્કૃતિક સંદેશામાં ગાઢ અસર ધરાવતા દેશનાં વિવિધ ભાગોનાં આર્ટિસ્ટસનું કાર્ય પ્રદર્શિત થયા છે. એનપીએફમાં ટોક્સ, ફિલ્મ સ્ક્રીનીંગ્સ, પોર્ટફોલિયો રિવ્યુઝ, પેનલ ડિસ્કશન, વર્કશોપ્સ અને આર્ટિસ્ટસ સાથે વાર્તાલાપ જેવાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થયું છે. તે અંતર્ગત 3 જાન્યુઆરીએ સાંજે 6 વાગે મુકેશ પારપિયાનીનો વિવેક દેસાઈ સાથે વાર્તાલાપ યોજાશે. આ જ દિવસે 7 વાગે ઈનાપુરીનો અનુજ અંબાલાલ સાથે વાર્તાલાપ યોજાશે. ત્યાર પછી દરરોજ 5 જાન્યુઆરી સુધી વિવિધ સેશન્સ અને ટોકનું આયોજન થયું છે.

ફોટોલાઈન: અમદાવાદમાં નવજીવન ખાતે નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલની પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું જેમાં નવજીવનના ચેરમેન અને જાણીતા સિનિયર ફોટોગ્રાફર વિવેક દેસાઈ, અનૂજ અંબાલાલ, મિતુલ કજરિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે ફેસ્ટિવલ અંગે જાણકારી આપી હતી.

ફોટોલાઈન:મુકેશ પારપિયાનો આ ફોટો ભોપાલ ગેસ દુર્ઘટના ત્યારની સ્થિતી દર્શાવે છે. એખ મહિલા કે જેની આંખે પટ્ટીઓ બાંધેલી છે અને તે પોતાના સંતાનને સ્તનપાન કરાવી રહી છે.

ફોટોલાઈન: યશપાલ રાઠોરની કોન્ફ્લિક્ટ ફેન્સ ટાઈટલ પરની આ તસવીર વન્યજીવોનું સંરક્ષણ કરવાનો મેસેજ આપે છે.





