મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

સૃષ્ટિ સંસ્થા દ્વારા વિસરાતી વાનગીઓની હરિફાઇનું આયોજન થયું.

Shraddha Bilwalby Shraddha Bilwal
ડિસેમ્બર 26, 2024
in LIFESTYLE
Reading Time: 1 min read
સૃષ્ટિ સંસ્થા દ્વારા વિસરાતી વાનગીઓની હરિફાઇનું આયોજન થયું.

વીસરાઈ રહેલી વાનગીઓને પુનઃ લોકભોગ્ય બનાવવાના ખાસ હેતુથી આ હરીફાઈ સૃષ્ટિ સંસ્થા ખાતે યોજાઈ. સામાન્ય રીતે રોજબરોજના જીવનમાં આપણે ઘઉં ચોખા અને મકાઈથી વિશેષ કોઈ અનાજ ખાતા નથી! ત્યારે આ હરીફાઈમાં 59 મહિલાઓ વિશિષ્ટ ફૂડ ફોર્મ્યુલેશન રજૂ કરી એક નવી દિશા ચીંધે છે. સૃષ્ટિ પરિસર ખાતે યોજાયેલ આ હરીફાઈમાં 59 બહેનોએ અપ્રચલિત અનાજ અને અપ્રચલિત વનસ્પતિઓમાંથી પરંપરાગત વાનગીઓ બનાવીને રજૂ કરી. આ હરીફાઈના જજ તરીકે (1) દિવ્યા ઠકકર (2) જિગીષા મોદી (3) આરતી ઠકકર એ સેવાઓ આપી હતી. હરિફાઈમાં ત્રણ સહભાગીઓ ને મુખ્ય વિજેતા જ્યારે બે સહભાગીઓ આશ્વાસન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.

સાત્ત્વિક ફૂડ ફેસ્ટિવલમાં દર વર્ષે વિસરાતી જતી વાનગીઓ કે જે દાદીમા દ્વારા વર્ષો પહેલાં સાત્વિક આહાર સ્વરૂપે તૈયાર કરવામાં આવતી હતી, તેની 28મી ડિસેમ્બરથી શરૂઆત થશે. ભાગવત વિદ્યાપીઠનાં પ્રાંગણમાં આયોજીત આ ફૂડ ફેસ્ટિવલમાં પરંપરાગત પૌષ્ટિક ખાદ્યપદાર્થોનું વેચાણ કરવામાં આવશે. આ માટેની ક્રિસમસનાં દિવસે આઇઆઇએમ-એનાં કેમ્પસમાં આવેલી સૃષ્ટિ સંસ્થા ખાતે વિસરાતી જતી વાનગીઓ તેમજ, અનેક સાત્વિક વાનગીઓની સ્પર્ધાનું આયોજન થયું હતું. આ ફૂડ ફેસ્ટિવલ 15 વર્ષ પહેલા IIM-અમદાવાદમાં શરૂ થયો હતો. આ ફૂડ ફેસ્ટિવલ દ્વારા વિસરાયેલી વાનગીઓને ફરીથી આપણાં આહારની લાઇફસ્ટાઇલમાં સમાવેશ કરવા માટે પ્રેરિત કરવા માટેનો પ્રયોગ છે.

આ વર્ષે 28 થી 31 ડિસેમ્બર 2024 દરમિયાન અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે આયોજિત આ મહોત્સવમાં, 400 થી વધુ વિસરાતી વાનગીઓ રજૂ થવાની છે. શહેરમાંથી 50,000 થી વધુ લોકો આ પોષણયુક્ત અને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણવા આવવાનું અનુમાન છે. વિસરાતી વાનગીઓના મહોત્સવ માં 90 જેટલા ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરમાં ઉગાડેલ બિન રાસાયણિક ખેત ઉત્પાદનોનું વેચાણ કરશે. અહીં બાળકોના સર્જનાત્મક વિચારોની હરીફાઈ નું પણ આયોજન કરવામાં આવ્યું છે, આ ઉપરાંત અનેક બાળ રમતોનું આયોજન કર્યું છે. ગુજરાત ઉપરાંત અન્ય આઠ રાજ્યોના સ્ટોલ પણ અહી હશે.

આ વિષય પર સૃષ્ટિનાં ફાઉન્ડર અને ડિરેક્ટર અનિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, જેવો આહાર તેવાં વિચાર. આ કહેવત નાનપણથી આપણે સાંભળી છે, જેથી સાત્વિક ફૂડ ફેસ્ટિવલ દ્વારા અમારો પ્રયાસ છે કે જે વાનગીઓ આપણાં દાદીમાં બનાવતાં તે ફરીથી આપણે આહારમાં સમાવેશ કરીએ અને સાત્વિક ખોરાક તરફ આપણું સકારાત્મક વલણ રાખી તેને રોજ-બરોજનાં આહારમાં સમાવેશ કરીએ.

આ હરીફાઈ માં જોવા મળેલ વાનગીઓ

બાજરીનો હલવો, બાજરી અને સરગવાની સિંગમાંથી કબાબ, સરગવાના ફૂલમાંથી જ્યુસ, રાગી કેળામાંથી ડાર્ક ચોકલેટ, કપુરીયા ખીચિયા, બાજરીની ખીચડી, જુવારના મુઠીયા, રાગીના લાડુ, બાજરી જુવારનો ખીચડો, રવૈયા લીલી ડુંગળીનું શાક, દેશી કાવો, લીલી હળદરનું શાક, ખજૂરનું શાક, રાગી ગાજરનો હલવો, મખાનામાંથી લાડુ, વિવિધ જાતની ઘેંશ, મૂંગડો, ગુંદાની સુખડી, થેગની ઘેંશ, કોઠંબાની કાચરી, જુવાર કેક વિથ શંખપુષ્પી, રબડી, રાગીની ખાંડવી, મીલેટ મંગલમ સિઝલર, જુવાર કોદરી વેજ, રાગી મનચુરીયન, કોદરી બાજરીનો કબાબ, જુવાર રાગીના વડા, થાલીપીઠ, આથેલો ગુંદર પાક, દાલમા, ઝુલખા ભાખર, રાગીની સુખડી, કઢી ખીચડી, કોદો મિલેટ, ઢોકળા રાગી ની સ્મુધી, ગુલાબના લાડુ , કાચનારના ફૂલ નું શાક, લીલા ચણાની મીઠાઈ, જાસુદ પાક, કોદરીના ઢોકળા, લીલા પાંખનું જાદરિયું, આંબલીના પાનની ચટણી, લીલી હળદર ભાખરી, તુરીયાના છાલની ચટણી, આમળાના પેઠા, મેથીની બરફી; જેવી વાનગીઓ રજૂ થઈ હતી.

Tags: Food lifestyleFoodloversSatvik Food Festival 2025

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
Suhana Khan and  Agastya Nanda head towards Alibaug farmhouse for New Year celebrations: સુહાના ખાન અને અગસ્ત્ય નંદા નવા વર્ષની ઉજવણી માટે શાહરૂખ ખાનના અલીબાગ ફાર્મહાઉસ તરફ પ્રયાણ

Suhana Khan and  Agastya Nanda head towards Alibaug farmhouse for New Year celebrations: સુહાના ખાન અને અગસ્ત્ય નંદા નવા વર્ષની ઉજવણી માટે શાહરૂખ ખાનના અલીબાગ ફાર્મહાઉસ તરફ પ્રયાણ

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.