અભિનેતા સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સજદેહે “ફેબ્યુલસ લાઇવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સ”ની નવી સીરિઝ પર પોતાના અંગત જીવન અને ઓનલાઇન ટ્રોલર્સ વિશે ખુલીને વાત કરી હતી. આ શોમાં સીમાએ કહ્યું હતું કે તે સોહેલથી મૂવ ઓન કરી ચૂકી છે અને તેના પૂર્વ મંગેતર વિક્રમ આહુજા સાથે રિલેશનશીપમાં છે. જેને કારણે ચાહકો અને મીડિયામાં વાતો ચર્ચાતી રહે છે.
એએનઆઈ સાથે વાત કરતા સીમાએ દર્શકો તરફથી મળેલી તીવ્ર પ્રશંસા વિશે વાત કરી હતી. તેણીએ કહ્યું કે તે આ માટે આભારી છે પરંતુ તેમ છતાં કેટલીક નકારાત્મક સમીક્ષાઓ પણ તેનાં ધ્યાનમાં આવે છે.
“હું સાચું કહું તો મને પ્રેક્ષકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. પરંતુ મને કેટલીક નકારાત્મક ટિપ્પણીઓનો પણ સામનો કરવો પડે છે ત્યારે હું ફક્ત ડિલીટ, ડિલીટ અને ડિલીટ જ કરું છું, ” આ છે સીમાની ટ્રોલ્સને હેન્ડલ કરવાની વ્યૂહરચના.
“આ ઉપરાંત મને નકારાત્મકતા યાદ પણ નથી હોતી. મને માત્ર બધાનો પ્રેમ અને અનુભવ ગમે છે, જેનાથી હું અભિભૂત થઇ છું.”
સીમા અને સોહેલ ખાન, 1998 માં ભાગી ગયા હતા અને લગ્ન કર્યાં હતાં. જો કે બંનેએ 2022માં છૂટાછેડા લીધા હતા. આ જોડી અલગ થઇ, પરંતુ તેમના બંને બાળકો, યોહાન અને નિર્વાન સાથે સહ-વાલીપણાની વ્યવસ્થા શેર કરે છે.





